Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સ્વચ્છતા પ્રત્યે જન-જાગૃતિ હેતુ વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમ ખાતે પ્લોગીંગ રનનો કાર્યક્રમ યોજાયો

રાજકોટઃ ભારતમ આઝાદીના ૭પ વર્ષે તેમજ ભારતના વિકાસ અને સિધ્ધીના ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ તથા કલીન ઇન્ડીયા પ્રોગ્રામ ઉજવવામાં આવી રહ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જન-જાગૃતિ આવે તે હેતુથી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમ, રેસર્ષો ખાતે આજે તા. ૧ના સવારે ૭-૩૦ કલાકે પ્લોગીંગ રનનો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના ડે. મેયર દર્શિતાબેન શાહ તેમજ વોર્ડ નં. ૦ર ના કોર્પોરેટર મનીષભાઇ રાડીયા તેમજ નાયબ ઇજનેર વલ્લભભાઇ જિંજાળા તથા આસી. મેનેજર દીપેન ડોડીયા અને મેનેજરશ્રી મનીષ વોરા ઉપસિથત રહેલ. આ પ્રસંગે સ્વચ્છતાનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુકત થયેલ શ્રી પુજાબેન પટેલ પણ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શહેરીજનો તેમજ અલગ-અલગ સ્પોટ્ર્સની ટીમના સભ્યો ઉપસ્થિત રહી રેસકોર્ષ રીંગ રોડ પર પ્લોગીંગ રન કરી બહોળી માત્રામાં પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી મનોજભાઇ દવે, પી. પી. જાની તથા મેહુલભાઇ મકવાણા દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.

(3:27 pm IST)