Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

મોરબી રોડ સદ્દગુરૂ સોસાયટી પાસે અને રસુલપરામા જુગાર રમતા ૯ ઝડપાયા

બીડીવીઝન પોલીસે પાંચ અને તાલુકા પોલીસે ચારની ધરપકડ કરી

રાજકોટ તા. ર :શહેરના મોરબી રોડ પર સદ્દગુરૂ સોસાયટી પાસેથી બીડીવીઝન પોલીસે પાંચ અને તાલુકા પોલીસે રસુલપરા હુશેની ચોક પાસેથી ચારને જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ મોરબી રોડ  જયજવાન જયકિશાન રપ વારીયા સદ્દગુરૂ સોસાયટી પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બીડીવીઝન પોલીસ મથકના કોન્સ ગોપાલભાઇ ધોરીયાને બાતમી મળતા સદ્દગુરૂ સોસાયટી પાસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા જયજવાન જયકિશાન સોસાયટી પાસે રામાણી પાર્ક મેઇન રોડ પર રહેતા ચીરાગ કમલેશભાઇ ચૌહાણ, મોરબી રોડ જકાતનાકા પાસે રપ વારીયામાં રહેતો નદીમ કાદરભાઇ ફકીર, જયજવાન જયકિશાન સોસાયટી શેરી નં. ર૪નો બજો ઉર્ફે લાલો ઇન્દુભાઇ બાંભવા, મેઘા પોલીભાઇમુ઼ધવા તથા મોરબી રોડ સંગીતા પાર્ક શેરી નં.૩ ના તેજા રતભાઇ ગોલતરને પકડી લઇ રૂ.૮૦પ૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. આ કામગીરી પી.આઇ. એમ.વી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.યુ.વાળા, કોન્સ ગોપાલભાઇ તથા પ્રતિકસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.

જયારે બીજા દરોડામાં તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. આર.બ. જાડેજા, કોન્સ હરસુરભાઇ તથા મનીષભાઇને બાતમી મળતા  ગોંડલ રોડ રસુલપરા હુસેની ચોક પાસ ે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા રસુલપરા મેઇન રોડ હુસેની ચોક પાસે રહેતા રાજન જુમાભાઇ દલ, સલીમ મહમદભાઇ દલ, દુધ સાગર રોડ સાગર ચોક પાસે આર.એમ.સી. કાવર્ટરના અશોક ઉર્ફે કાનો રાજુભાઇ પલાણ અને પડધરી મોવીયાના ઢોરો મફતીયાપરાના ગફાર દાઉદભાઇ દલને પકડી લઇ રૂ.૧૧ હજારની રોકડ સહિતની મતતા કબજે કરી હતી આ કામગીરી પી.આઇ. જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એન.કે. રાજપુરોહિત, એ.એસ.આઇ.આર.બી. જાડેજા, હેડ કોન્સ મોહશીનખાન મલેક, હરસુખભાઇ સબાડ, મનીષભાઇ, ધર્મરાજસિંહ અને લાલજીભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:25 pm IST)