Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સફાઇ કામદારોની દિવાળી સુધારતા શાસકોઃ ૯૪ને કાયમીનાં ઓર્ડર

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં રોજમદાર (૯૦૦ દિવસ) તરીકે ફરજ બજાવતા ૧૩ સફાઇ કામદારો તથા ફિકસ પગાર (૩ વર્ષ) થી ફરજ બજાવતા ૮૧ સફાઇ કામદારો મળી, કુલ ૯૪ સફાઇ કામદારોને મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઇ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઇ પાંભર વિગેરેના વરદ હસ્તે નોકરીના ઓર્ડર આપવામાં આવ્યા હતા. તે પ્રસંગની તસ્વીર. આમ દિવાળીનાં તહેવારોમાં જ કાયમી નોકરીના ઓર્ડરો મળતાં કામદારોમાં હર્ષોલ્લાસ છવાયો છે.

(3:19 pm IST)