Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

નીટના પરિણામમાં એલન કેરીયર ઇન્સ્ટીટયૂટનો તેજસ્વી છાત્ર રૂતુલ છગ ગુજરાત ફર્સ્ટ, દેશમાં પાંચમાં ક્રમે ચમકયો

નિયમીત પ્રેકટીસ - નિષ્ણાંતનું માર્ગદર્શન મહત્વપૂર્ણ : રૂતુલ છગ : દેશમાં ૨૯૩મા ક્રમે આવનાર કાવ્યા તરાવિયા કહે છે કે મુશ્કેલ : વિષયોથી ડરો નહી વધુ અભ્યાસ કરો : એલન રાજકોટના ૧૩ છાત્રોએ ૬૦૦થી વધુ અને ૫૦એ ૫૦૦થી વધુ ગુણ મેળવ્યા

રાજકોટ : ગઇકાલે નીટનું પરિણામ જાહેર થયેલ જેમાં રાજકોટ એલન ઇન્સ્ટીટયૂટના તેજસ્વી છાત્રોએ મેદાન માર્યુ છે. રૂતુલ છગ સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ અને દેશમાં પાંચમાં ક્રમે ઉતીર્ણ થયેલ છે. આજે પત્રકાર પરિષદમાં એલન ઇન્સ્ટીટયૂટના શ્રી રજનીશ શ્રીવાસ્તવ, વિકાસ શર્મા સાથે વિદ્યાર્થીઓ રૂતુલ છગ, કાવ્યા તરાવિયા સહિતના નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨ : ગઇકાલે જાહેર થયેલ નીટ યુજીના પરીણામમાં રાજકોટ કેરીયર ઇન્સ્ટીટયૂટના છાત્રોનું ઉત્કૃષ્ઠ પરિણામ આવ્યું હતું. રાજકોટનો રૂતુલ છગ દેશમાં પાંચમાં અને ગુજરાત ફર્સ્ટ છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાયેલ દેશની સૌથી મોટી અને એકમાત્ર મેડિકલ પ્રવેશ પરીક્ષાના પરિણામોમાં એલન કેરિયર ઈન્સ્ટિટ્યૂટ, રાજકોટે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. એકવાર એલન રાજકોટના વિદ્યાર્થીઓએ દેશભરમાં પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરી છે.

એલન રાજકોટના સેન્ટર હેડ રજનીશ શ્રીવાસ્તવે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે નીટ માં શ્રેષ્ઠ પરિણામ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવવાની પરંપરા આ વર્ષે પણ એલન રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા ચાલુ રાખવામાં આવી છે. એલન રાજકોટના વિદ્યાર્થી રુતુલ છગ એ ૭૨૦ માંથી ૭૧૫ ગુણ અને ઓલ ઇન્ડિયા રેન્ક ૫ મેળવીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જયારે એલન રાજકોટની વિદ્યાર્થીની કાવ્યા તરાવિયાએ પણ ૬૯૫ માર્કસ અને ઓલ ઈન્ડિયા રેન્ક ૨૯૩ મેળવી સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતનું નામ રોશન કર્યું છે.

આ સાથે નીટ ૨૦૨૧માં એલન રાજકોટના ૧૩ વિદ્યાર્થીઓએ ૬૦૦ કે તેથી વધુ ગુણ મેળવ્યા છે,જયારે ૫૦ વિદ્યાર્થીઓએ ૫૦૦ કે તેથી વધુ ગુણ મેળવ્યા છે અને રાજકોટમાં શ્રેષ્ઠ પરિણામ આપ્યું છે.

શ્રી રજનીશ શ્રીવાસ્તવે પત્રકાર પરિષદમાં વધુમાં માહિતી આપી હતી કે ગત વર્ષે નીટ -૨૦૨૦માં પણ એલન રાજકોટનો વિદ્યાર્થી માનિત માત્રાવડિયા ૭૨૦માંથી ૭૧૦ ગુણ અને ઓલ ઈન્ડિયા રેન્ક ૧૦ મેળવીને ગુજરાત ટોપર રહ્યો હતો.

ડાયરેકટર બ્રિજેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે એલન કેરિયર ઈન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી અમન કુમાર ત્રિપાઠીએ ઓલ ઈન્ડિયા રેન્ક-૪ મેળવ્યો છે. અમનને ૭૨૦માંથી ૭૧૬ માકર્સ મળ્યા છે. કુલ ૫ વિદ્યાર્થીઓએ પણ તેમની શ્રેષ્ઠતા સાબિત કરી છે અને ટોપ ૧૦માં ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો છે.

નીટ ઓલ ઇન્ડિયા રેન્ક : ૫ મેળવનાર રૂતુલ છગના પિતા શ્રી મહેન્દ્રભાઈ છગ, માતા  શ્રીમતી આરતીબેન છગ છે. એલન રાજકોટના વિદ્યાર્થી રૂતુલ છગ જિલ્લા ગીર-સોમનાથ, તાલુકો કોડીનારનો રહેવાસી છે અને તેના પિતા વેપારી છે. રૂતુલ એ નીટ ૨૦૨૧માં ૭૨૦ માંથી ૭૧૫ ગુણ અને ઓલ ઇન્ડિયા રેન્ક ૫ મેળવીને ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અગાઉ ધોરણ ૧૨માં પણ KVPY જેવી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્પર્ધાત્મક પરીક્ષામાં ટોપ રેન્ક સાથે પસંદ થઇ ચુકયો છે.

રૂતુલ એ કહ્યું કે તેઓ આ લક્ષ્યને હાંસલ કરવા માટે રાત -દિવસ મહેનત કરી રહ્યા હતા કારણ કે AIIMS માંથી MBBS કરવાનું સપનું માત્ર તેમનું જ સ્વપ્ન નહોતું પરંતુ તે તેમના સમગ્ર પરિવારનું સ્વપ્ન હતું.

રુતુલ આગળ કહે છે કે મને ખબર હતી કે ભારતની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજ AIIMS માં પસંદગી મેળવવા માટે ઘણી સ્પર્ધા છે અને નીટ  નો અભ્યાસક્રમ પણ વધારે છે, તેથી જ મેં  ધોરણ ૧૦ ની પરીક્ષા પાસ કર્યા પછી તરત જ એલન રાજકોટમાં એકસપર્ટ માર્ગદર્શન અને નીટ ની વ્યવસ્થિત તૈયારી માટે પ્રવેશ લીધો. આ ૨ વર્ષો દરમિયાન, મેં ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે એલન માં નિયમિત અભ્યાસ કર્યો છે, મારા અભ્યાસ પર લોકડાઉન અને વૈશ્વિક રોગચાળાની પણ અસર થઈ નથી. તમામ ફેકલ્ટીઓએ સમયસર કોર્સ પૂરો કર્યો, હંમેશા અમને સખત મહેનત કરવા પ્રેરિત કર્યા. એલન દ્વારા પૂરી પાડવામાં આવેલ અભ્યાસ સામગ્રી, ડાઉટ કાઉન્ટરોની સુવિધાએ મને હંમેશા સ્પર્ધામાં આગળ રાખ્યો અને છેલ્લે બે મહિના સુધી સતત ઓફલાઇન નીટ પ્રેકટીસ પરીક્ષાએ મને આત્મવિશ્વાસ આપ્યો અને નીટ પેપર ઉકેલવાની વ્યૂહરચનાના આયોજનમાં મને ઘણી મદદ કરી. નીટ માં ૭૧૫ ગુણ અને સર્વશ્રેષ્ઠ ઓલ ઈન્ડિયા રેન્ક ૫ મેળવવો એ મારા અને મારા પરિવાર માટે ગર્વની વાત છે. સમગ્ર એલન સિસ્ટમ અને મારા  શિક્ષકો માટે મારા ઘણા આભાર.

કાવ્યા તરાવિયા રાજકોટના રહેવાસી છે, જે છેલ્લા ૭ વર્ષથી એલન રાજકોટમાં અભ્યાસ કરે છે.  કાવ્યાએ ૬૯૫ માર્કસ અને ઓલ ઈન્ડિયા રેન્ક ૨૯૩ મેળવી સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતનું નામ રોશન કર્યું છે. અગાઉ, ધોરણ ૧૧ અને ૧૨માં તે KVPY જેવી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ટોપ રેન્ક સાથે પસંદગી પામી ચુકી છે.

તે કહે છે કે અમે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સમજવા માટે મુશ્કેલ વિષયો ને છોડી દઈએ છીએ અને આ રીતે અમારા અભ્યાસક્રમનો મુખ્ય ભાગ કાયમ અધૂરો રહે છે અને પરિણામે નીટ જેવી રાષ્ટ્રીય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અધૂરી તૈયારીને કારણે ઓછા માકર્સ મળે છે. વિદ્યાર્થીઓને મારી સલાહ છે કે મુશ્કેલ વિષયો અને ભૂલોથી ડરશો નહીં કારણ કે વધુ પ્રેકિટસ આપણને કોઈપણ વિષયમાં નિપુણતા મેળવવાની તક આપે છે. છેલ્લા ૨ વર્ષથી એલન રાજકોટમાં નીટ ૨૦૨૧ માટે ખાસ તૈયારી કરી છે. આ સિદ્ઘિ હાંસલ કરવા માટે એલન ફેકલ્ટીઝે મને તમામ શકય મદદ કરી છે. વાસ્તવમાં મારે કબૂલ કરવું જોઈએ કે સમગ્ર એલન સિસ્ટમ ઉત્ત્।મ અને અદ્બુત છે, સૌથી સારી વાત એ છે કે અહીં તમામ વિદ્યાર્થીઓને વ્યકિતગત સંભાળ અને સ્પર્ધાનું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. મારે MBBS કર્યા પછી, આગળ સ્પેશિયલાઇઝેશન પણ કરવું છે. દેશની શ્રેષ્ઠ મેડિકલ કોલેજમાંથી MBBS કરવાના મારા સ્વપ્નને સાકાર કરવા માટે યોગ્ય દિશા અને પ્રેરણા આપવા માટે તમામ શ્રેય મારા માતા -પિતા અને એલન રાજકોટને જાય છે.

પત્રકાર પરિષદમાં એલન ઇન્સ્ટીટયૂટના વિકાસ શર્મા ઉપસ્થિત રહ્યા હતા.

(3:14 pm IST)