Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

બ્રાઇડલ, એન્ટિક જવેલરી અને રિયલ ડાયમંડ સાથે અનકટ પોલકી જવેલરીનો લેટેસ્ટ ટ્રેન્ડ

અવનવી ડિઝાઇનના ડાયમંડ જવેલરીનું પણ યુવા વર્ગમાં આકર્ષણ વધ્યું

રાજકોટ તા; 2 આજે ધનતેરસના અવસરે ઝવેરીબજારમાં ધૂમ ખરીદીનો માહોલ જામ્યો છે, ઝવેરીબજારમાં અગ્રણી જે ,પી,જવેલર્સના યુવા સંચાલકો હર્શિતભાઈ સતીકુંવરે જણાવ્યું હતું કે  સોનીબજારના કલાત્મક આભૂષણો જગ વિખ્યાત છે અહીના કારીગરોએ તૈયાર કરેલ દાગીનાની માંગ દેશ વિદેશમાં માંગ રહે છે ત્યારે બ્રાઇડલ, એન્ટિક જવેલરી અને રિયલ ડાયમંડ સાથે અનકટ પોલકી જેવેલરીનો લેટેસ્ટ ટ્રેન્ડ હોય વેચાણ વધવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો
   વધુમાં તેઓએ આ અવસરે  કલાત્મક આભૂષણો અને ડાયમંડ જવેલરીની ખરીદી ગ્રાહકો ઉમટી પડ્યા છે તેમ જણાવી યુવાવર્ગમાં હાલ ફેન્સી અલંકારોનું ઘેલું લગાડ્યું હોવાનું ઉમેર્યું હતું
   સોનાના દાગીના ઉપરાંત લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ ડાયમંડ જવેલરીનું પણ યુવા વર્ગમાં આકર્ષણ વધ્યું છે ડાયમંડ જવેલરીની આવનવી ડીઝાઇનને યુવાઓમાં ખાસ્સી લોકપ્રિયતા મેળવી હોય ખરીદી વાળવાની સાથે સારી એવી માંગ હોવાનું ઉમેર્યું હતું

  ઝવેરીબજારના સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેડિશ્નલ જ્વેલરીની ખરીદી માટેનો ટ્રેન્ડ વધારે પસંદીદા બન્યો છે. આ ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટની રીતે પણ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે. બુલિયન બજારમાં મજબૂતીથી ખરીદી થવાની શક્યતાં જ્વેલર્સ પણ જોઇ રહ્યા છે.

 

(2:00 pm IST)