Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

હવસખોરીની વધુ એક ઘટનાઃ ૫૪ વર્ષના ઢગાએ ૯ વર્ષની બાળાની આબરૂ લૂંટવા પ્રયાસ કર્યો

ઘરેથી નીકળેલી બાળાને 'અહિયા આવ તો કામ છે' કહી બોલાવ્યા બાદ રૂમમાં પુરી વિકૃત હરકતો કરી : માલવીયાનગર પોલીસે અશોક પોરીયાને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવી વધુ તપાસ માટે મહિલા પોલીસ સ્ટેશનમાં સોંપ્યો

રાજકોટ તા. ૨: હવસખોરો શહેરમાં રઘવાયા થયા હોય એવી ઘટનાઓ બે દિવસથી બની રહી છે. થોરાળા વિસ્તારમાં રહેતાં ઢગાએ દસ વર્ષના એક બાળકને આજીડેમે લઇ જઇ તેની પાસે ન કરાવવાનું કરાવ્યું હતું. ત્યાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ૫૪ વર્ષના એક હવસખોર ઢગાએ ૯ વર્ષની બાળકીને 'અહિયા આવ તો કમ છે' કહીને બોલાવ્યા બાદ કવાર્ટરમાં લઇ જઇ અંદરથી દરવાજો બંધ કરી બાળાના શરીરે હાથ ફેરવી, સિક કરી, નગ્ન કરી તેની ઉપર સુવાનો પ્રયાસ કરી આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. આ હવસખોર ઢગાને પોલીસે દબોચી લઇ બરાબરનો ખોખરો કર્યો હતો.

બનાવ અંગે માલવીયાનગર પોલીસે ભોગ બનનાર બાળાના પિતાની ફરિયાદ પરથી અશોક નટુભાઇ પોરીયા નામના ૫૪ વર્ષીય પ્રોૈઢ સામે આઇપીસી ૩૫૪ (એ) (બી) તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા કાયદા પોકસોની કલમ ૮, ૧૨ મુજબ ગુનો નોંધી તેને સકંજામાં લઇ વધુ તપાસ માટે મહિલા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. પોલીસને જણાવાયું હતું કે ૯ વર્ષની બાળકી ઘર નજીક શાળામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. પણ હાલ કાોરોનાને કારણે સ્કૂલ બંધ છે. તેણીના પિતા છુટક ડ્રાઇવીંગ કરે છે. બે દિવસ પહેલા ૩૦મીએ બાળા કામ માટે ઘરેથી નીકળી હતી ત્યારે નજીકમાં રહેતાં અશોક પોરીયાએ 'અહિ આવ તો તારું કામ છે' તેમ કહેતાં બાળક સહજ ભાવે ત્યાં ગઇ હતી.

પણ એ ઢગાએ પોતાની દાનત છત્તી કરી દીધી હતી અને બાળાને રૂમમાં ખેંચી જઇ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. એ પછી તેણીના શરીરે હાથ ફેરવવા માંડ્યો હતો અને ગલા પર કિસ કરી તેણીને નિર્વસ્ત્ર કરી પોતે પણ નિર્વસ્ત્ર થઇ ગયો હતો. એ પછી બાળકી પર સુવાનો પ્રયાસ કરી તેની આબરૂ લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. દેકારો થતાં લોકો ભેગા થઇ ગયા હતાં. બાળકીને લોકોએ કપડા પહેરાવી ત્યાંથી રવાના કરી દીધી હતી.

આ બનાવ પછી ગભરાયેલી બાળા કંઇ બોલતી નહોતી અને ઘરમાં ગુમસુમ રહેતી હતી. ગઇકાલે તેને વાલીઓએ ફોસલાવીને શું થયું તેમ પુછતાં તેણીએ પોતાની સાથે જે બન્યું એની હકિકત જણાવતાં સ્વજનો ચોંકી ગયા હતાં. માલવીયાનગર પોલીસનો સંપર્ક કરતાં પીઆઇ કે. એન. ભુકણની રાહબરીમાં ગુનો દાખલ કરી હવસખોર ઢગાને સકંજામાં લેવા તજવીજ કરી આગળની તપાસ મહિલા પોલીસને સોંપતા પીઆઇ એસ. આર. પટેલે વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:12 pm IST)