Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

શિક્ષણ અને સંશોધનના સંગાથે લાઇફ બનાવો : શિષ્યવૃતિ હાજર છે

ગ્રેજયુએશન, એન્જીનિયરીંગ, એમ.બી.એ તથા ડીપ્લોમા, ITI જેવા પ્રોફેશ્નલ કોર્ષ માટે સ્કોલરશીપ : પોસ્ટ ડોકટરલ ફેલોશીપ પણ ઉપલબ્ધ : વિદ્યાર્થીઓ માટે ખાસ શિષ્યવૃતિ મળી રહી છે

રાજકોટ તા.ર : ઉચ્ચ શિક્ષણ મેળવીને મનગમતી કારકિર્દી બનાવી શકાય છે ત્યારે હાલમા સમાજોપયોગી - જીવનોપયોગી શિક્ષણ મેળવવા માટે વિવિધ સ્કોલરશીપ મળી રહી છે. ઉપલબ્ધ શિષ્યવૃતિ ઉપર એક નજર કરીએ તો STFC ઇન્ડિયા મેરીટોરીયસ સ્કોલરશીપ પ્રોગ્રામ ૨૦૨૧ અંતર્ગત શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લિમીટેડ દ્વારા દેશના આર્થિક સહયોગ ઇચ્છતા કોમર્શીયલ ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર્સના પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી રહી છે. ધોરણ ૧૦ તથા ૧૨ પછી પ્રોફેશ્નલ ડીગ્રી કોર્ષનું શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને પોતાના શિક્ષણ માટે આર્થિક સહયોગ મળી રહે તેવો ઉદ્દેશ્ય આ સ્કોલરશીપનો છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને ITI, પોલીટેકનિક અને ડીપ્લોમાના કોર્ષ માટે વાર્ષિક ૧૫ હજાર રૂપિયા (વધુમાં વધુ એક વર્ષ માટે) તથા ત્રણથી ચાર વર્ષ સુધીના ગ્રેજયુએશન, એન્જીનિયરીંગ ડીગ્રી પ્રોગ્રામના વિદ્યાર્થીઓને ૩૫ હજાર રૂપિયા સુધીની વાર્ષિક રકમ મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. ૧૫-૧૧-૨૦૨૧ છે.

અરજી કરવા માટેની પાત્રતા

ધોરણ ૧૦ અને ૧૨માં ઓછામાં ઓછા ૬૦ ટકા કે જેથી વધુ મેળવનાર અને હાલમા ડીપ્લોમા ITI, પોલીટેકનીક કોર્ષ કરતા વિદ્યાર્થીઓ અથવા તો ત્રણ અને ચાર વર્ષનો ગ્રેજયુએશન કોર્ષ કે એન્જીનિયરીંગ કોર્ષ કરતા વિદ્યાર્થીઓ અરજીપાત્ર છે. અરજદાર વિદ્યાર્થીઓના વાલી કોમર્શીયલ ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર્સ હોવા જોઇએ અથવા તેઓના પરિવારની વાર્ષિક આવક ચાર લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઇએ.

અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/SIMD4

એરીકસન એમ્પાવરીંગ ગર્લ સ્કોલરશીપ પ્રોગ્રામ ૨૦૨૧ અંતર્ગત ભારતમાં કોઇપણ જગ્યાએ એન્જીનીયરીંગ (IT/CS) અથવા એમ.બી.એ. પ્રોગ્રામના બીજા વર્ષમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીનીઓને આ શિષ્યવૃતિ આપવામાં આવે છે. સમાજના વંચીત વર્ગોમાંથી આવતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહયોગ આપવામાં આવે છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને વાર્ષિક ૭૫ હજાર રૂપિયા જેટલી રકમ મળશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦-૧૧-૨૦૧૧ છે.

અરજી કરવા માટેની પાત્રતા

અરજી કરનાર વિદ્યાર્થીનીઓ ભારતની પ્રતિષ્ઠિત કોલેજોમાં એન્જીનિયરીંગ (IT/CS) અથવા એમબીએ કોર્ષના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે અને તેઓએ છેલ્લી શૈક્ષણિક પરીક્ષામાં ઓછામાં ઓછા ૬.૫ જીપીએ અથવા તેને સમકક્ષ અંક મેળવ્યા હોવા જોઇએ. અરજદારની કુલ પારિવારિક વાર્ષિક આવક ૬ લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઇએ.

અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/EEGS2

IIT રૂડકી કેમેસ્ટ્રી ડીપાર્ટમેન્ટ પોસ્ટ ડોકટરલ ફેલોશીપ (PDF) ૨૦૨૧ અંતર્ગત પીએચડી ડીગ્રી ધારકો માટે રીસર્ચ કરવાની એક તક આવી છે. પસંદ થનાર ફેલોએ 'કેમિકલ પ્રોટીયોમિક એપ્રોચ ટુ આઇડેન્ટીફાઇ એસએનરૈલ મોલેકયુઅલ કોવેલેન્ટ ઇન્હીબીટર ટુ ટાર્ગેટ પ્રોટીન - પ્રોટીન ઇન્ટરેકશન ઇન બીસીઆઇ-ર પ્રોટીયર્સ' નામના પ્રોજેકટ ઉપર કાર્ય કરવાનુ થશે. પસંદ થનાર ફેલોને માસિક ૬૦ હજાર રૂપિયા મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી તથા પોસ્ટ દ્વારા અરજી પહોચાડવાની છેલ્લી તારીખ ૬-૧૧-૨૦૨૧ છે.અરજી મોકલવાનુ સરનામુ : હેડ ડીપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી, ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, રૂડકી - ૨૪૭૬૬૭ ઉતરાખંડ - ભારત.

અરજી કરવા માટેની પાત્રતા

જે ઉમેદવારોએ કેમેસ્ટ્રી (કેમીકલ બાયોલોજી) - બાયોટેકનોલોજી - બાયોકેમેસ્ટ્રીમાં પીએચડી કરેલ હોય અથવા તો જેઓએ તાજેતરમાં જ પોતાનો થીસીસ જમા કરાવ્યો હોય તેઓ અરજીપાત્ર છે.

અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/RPF2

ઉચ્ચ કારકિર્દી બનાવવા માટે હાલમાં ઉપયોગી સ્કોલરશીપ ઉપલબ્ધ છે. ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નિતીથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

સૌજન્ય :-

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(12:09 pm IST)