Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

શિક્ષણ વિભાગના વર્ગ-રના રર૭ અધિકારીઓને દિવાળી ભેટઃ લાંબાગાળાની નિમણૂકના હૂકમો

રાજકોટના વિપુલ મહેતા, નમ્રતા મહેતા, હિતેષ સોમૈયા, બીના જોબનપૂત્રા, વિજય બાબરિયા, કિરીટસિંહ પરમાર, મુકેશ ધંધુકિયા, રીના કાલાણી વગેરેનો સમાવેશ

રાજકોટ તા. ર : રાજયના જુદા જુદા જિલ્લાઓમાં શિક્ષણ વિભાગ હેઠળ શિક્ષણ સેવા વર્ગ-રમાં સરકારી શાળામાં આચાર્ય, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કેળવણી નિરીક્ષક, શાસનાધિકારી નાયબ જિલ્લા શિક્ષણાધિકારી વગેરે સમકક્ષ જગ્યાઓ પર ફરજ બજાવતા રર૭ અધિકારીઓનો અજમાયશી સમયગાળો પૂર્ણ થતા લાંબાગાળાની નિમણૂકના હુકમો કરવામાં આવેલ છે. વર્ષ ર૦ર૭માં શિક્ષણ સેવા વર્ગ રના ર૭૦ જેટલા અધિકારીઓની ભરતી કરવામાં આવેલ તેમનો બે વર્ષનો અજમાયશી સમયગાળો વર્ષ ર૦૧૯માં કે ત્યારબાદ પૂર્ણ થઇ ગયેલ તે પૈકી હાલ વહીવટી રીતે પાત્રતા ધરાવતા રર૭ અધિકારીઓને લાંબાગાળાની નોકરીનો લાભ આપવાાં આવ્યો છે. આ અંગે તા.૩૦ ઓકટોબરે શિક્ષણ વિભાગના નાયબ સચિવ (સેવા) બી.વી. રાઠવાની સહીથી દીપોત્સવી ભેટ સમાન હૂકમ કરવામાં આવેલ છે.

અજમાયશીમાંથી નિયમિત સેવામાં સ્થાન પામેલા રાજકોટના શિક્ષણ સાથે સંકળાયેલા અધિકારીમાં વિપુલ મહેતા, નમ્રતા મહેતા, હિતેષ સોમૈયા, બીના જોબનપુત્રા, વિજય બાબરિયા, કિરીટસિંહ પરમાર, સપના પરમાર, હેમલબેન આનંદપરા, અશોક વાણવી, મુકેશ ધંધુકિયા, ઉષા વાઘેલા, રીના કાલાણી, મુંજાલ બડમલિયા વગેરેનો સમાવેશ થાય છે.

(11:38 am IST)