Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

નોર્થ શ્રીલંકા આસપાસ લો-પ્રેસર બન્યુ, જે મજબુત બની ક્રમશઃ મુખ્યત્વે ઉત્તર તરફ ગતિ કરશે

બુધવારથી લઘુતમ તાપમાન ફરી નોર્મલ ૧૯થી ૨૧ સુધી આસપાસ પહોંચી જશેઃ અશોકભાઇ પટેલ

તા.૭મી સુધી વાદળો છવાયેલા રહેશેઃ પવન કયારેક શિયાળુ તો કયારેક ઉત્તર પુર્વના ફુંકાશે

સ્રાજકોટઃ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું હતુ કે નોર્થ શ્રીલંકા આસપાસ એક લો-પ્રેસર છે જે તેને અનુસંધાને સાયકલોનીક સરકયુલેશન  ૧ કિ.મી.ના લેવલ સુધી ફેલાયેલ છે. આ સિસ્ટમ્સ આવતા બે દિવસમાં દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ સરકી જશે. ત્યારબાદ બે એક દિવસ બાદ સિસ્ટમ્સ મજબુત  બનશે. અને ક્રમશઃ મુખ્યત્વે ઉત્તર તરફ ગતિ કરશે. સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં હાલ ઠંડીનો પારો નોર્મલથી નીચો આવ્યો છે. ન્યુનતમ તાપમાન અલગ-અલગ વિસ્તારમાં નોર્મલથી બે થી ચાર ડિગ્રી નીચુ છે. હાલનું નોર્ર્મલ ૧૯ થી ૨૧ ડિગ્રી ગણાય. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ૨૨ ડિગ્રી નોર્મલ ગણાય. અમદાવાદમાં આજે ન્યુનતમ તાપમાન ૧૪.૬ (નોર્મલથી ૪ ડિગ્રી નીચુ), અમરેલી ૧૪.૯ (નોર્મલથી ૪ ડિગ્રી નીચુ), રાજકોટ ૧૭.૩ (નોર્મલથી ૪ ડિગ્રી નીચુ), વેરાવળ ૨૦ (નોર્મલથી ૨ ડિગ્રી નીચુ), ભુજ ૨૦.૬ (નોર્મલથી ૨ ડિગ્રી નીચુ) તાપમાન નોંધાયેલ.

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૧ થી ૭ નવેમ્બર સુધીની આગાહી કરતાં જણાવેલ કે સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં હાલ ઠંડીનું તાપમાન ન્યુનતમ નીચુ જોવા મળે છે જે નોર્મલ નજીક તા.૩થી આવી જશે. તા.૩ થી ૭ ન્યુનતમ તાપમાન નોર્મલ નજીક રહેશે. પવન કયારેક શિયાળુ (નોર્થ - ઇસ્ટ) અને ઉત્તરપૂર્વના પવન ફુંકાશે. આગાહી સમય દરમિયાન વાદળાઓ જોવા મળશે.

આગાહી સમયમાં ઉપરોકત સિસ્ટમ્સ મધ્ય અરબી સમુદ્રમાં પહોંચી જશે. ગોવા મહારાષ્ટ્રથી પશ્ચિમે

આગોતરૂ એંધાણ

આગાહી સમય બાદ તા.૮થી ૧૦ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં માવઠાની શકયતા છે. 

(4:59 pm IST)