Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

કારમાં ૬૦૦ લીટર દેશી દારૂનો જથ્થો લઇને નિકળેલા અર્જુનસિંહની ધરપકડ

ક્રાઇમ બ્રાંચની ટીમે માલીયાસણ પાસેથી દબોચ્યો

રાજકોટ : શહેર પોલીસ કમીશનર શ્રી મનોજ અગ્રવાલની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. જેન્તીભાઇ ગોહીલ, અભીજીતસિંહ જાડેજા અને ઇન્દ્રજીતસિંહ ગોહીલને મળેલી બાતમીના આધારે પીએસઆઇ યુ. બી. જોગરાણા સહિતમાલીયાસણ પાસેથી જી. જે. ૧૦ ડીએ-૪૮૯૧ નંબરની ઇકો કારમાંથી દેશી દારૂનો૬૦૦ લીટર કિંમત રૂ. ૧ર૦૦૦ ના જથ્થા સાથે અર્જુનસિંહ બળવંતસિંહ રાઠોડ (ઉ.રર) (રહે. ૪પ દિગ્વિજય પ્લોટ અંદર વિમલનાથ એપાર્ટમેન્ટ પાછળ ભાડાના મકાનમાં) ને પકડી લીધો હતો. તે કારમાં દારૂનો જથ્થો કારમાં લઇને જામનગર તરફ જતો હતો.

(3:47 pm IST)