Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

વોર્ડ નં.૪માં ટી.પી. રોડ પર ડામર કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

રાજકોટ : મ્યુ. કોર્પોરેશન દ્વારા વિકાસના જુદા જુદા કાર્યો કરવામાં આવે છે, જે અંતર્ગત વોર્ડ નં.૦૪માં સમર્પણ પાર્ટી પ્લોટ વિસ્તારમાં  ટી.પી. રોડ પર ડામર કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડના હસ્તે કરાયું. આ રોડ ૫૦ ફૂટ રોડ તથા ૮૦ ફૂટ રોડને જોડાણ કરશે. તેમજ આ કામગીરીથી ચિંતન પાર્ક, અંબિકા પાર્ક, તીર્થ રેસીડન્સી, નિત્યમ બંગલો વિગેરે વિસ્તારના વિસ્તારવાસીઓને વધુ સારી સુવિધા મળી રહેશે.આ પ્રસંગે વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, વોર્ડ નં.૦૪ના પ્રમુખ સી. ટી. પટેલ, વોર્ડ નં.૦૪ના મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, દિનેશભાઈ ચૌહાણ, અશોકભાઈ લુણાગરિયા, કૈલાશભાઈ જાગાણી, હિતેશભાઈ મઠીયા, દિવ્યેશભાઈ રામાણી, ચંદુભાઈ ભંડેરી, લાભુભાઈ કુંગશીયા, કંકુબેન ઉધરેજા, પ્રફુલભાઈ ત્રાપસીયા, સંજયભાઈ રાઠોડ, બાબુભાઈ ઉધરેજા, ભરતભાઈ લીંબાસીયા, મલ્કેશભાઈ, દીપકભાઈ વદ્યાશીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:42 pm IST)