Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

બપોર સુધીમાં રાજકોટ શહેર-જીલ્લામાં રર કેન્દ્રો ઉપરથી ર૪૦૦ મેટ્રીક ટન મગફળીની ખરીદી : ૭૦ ખેડુતની મગફળી રીજેક ટઃ આજે ધસારો

આજે ૭૦૦ મેસેજ મોકલાયા તેમાંથી ૩પ૦ ખેડૂત આવ્યાઃ કાલે ૧ર૦૦ મેસેજ મોકલાશે : શનીવારે રહી ગયા હોય તેને પણ આજે બોલાવાયાઃ કુલ ૧૧પર ખેડૂતો પાસેથી બપોર સુધીમાં ખરીદી કરાઇ

રાજકોટ તા. ર : રાજકોટ શહેર-જીલ્લામાં પુરવઠા નિગમ દ્વારા મગફળી ખરીદીનો માહોલ ઝામ્યો છે. રાજકોટ જુના યાર્ડ સહિત કુલ રર કેન્દ્રો ઉપર મગફળીની સરકાર દ્વારા ૧૦પપ ના કવીન્ટલ લેખે મગફળી ખરીદાઇ રહી છે.

દરમિયાન પુરવઠા નિગમના અધિકારી શ્રી સખીયાએ આજે ''અકિલા''ને જણાવ્યું હતું કે, આજના માટે ૭૦૦ ખેડુતને મેસેજ મોકલાયા હતા, અને તેમાં ધસારો નોંધાયો છે, બપોરે ર સુધીમાં૩પ૦ થી વધુ ખેડુત આવ્યા છે.તેમણે જણાવેલ કે તા. ર૬ થી તા. ર એટલે કે ૭ દિવસમાં૧૧પર ખેડૂત પાસેથી ૮૦ હજાર કટ્ટા એટલે કે ર૪૦૦ મેટ્રીક ટન એટલે કે ર૪ લાખ કિલો મગફળીની ખરીદી પુરી કરી લેવાઇ છે જેના નાણા ચૂકવવા અંગે હવે કાર્યવાહી થશે, તેમણે ઉમેર્યું હતું કે, કુલ ૭૦ ખેડૂતની મગફળી ફુગેલા દાણા-અને તેલ નીકળી શકે તેમ ન હોય. તેવી મગફળીની કારણે રીજેકટ કરી દેવાઇ છે.

શ્રી સખીયાએ ઉમેર્યુ હતું. કે શનીવારે જે રહી ગયા હતા. કે આવ્યા ન હતા, તેમને પણ આજે બોલાવ્યા છે. કુલ૧૧પર ખેડુતો પાસેથી ૭ દિવસમાં ર૪૦૦ મેટ્રીકટન મગફળી ખરીદાઇ છે. આવતીકાલે પણ ધસારો રહેશે, કાલ માટે ૧ર૦૦ ખેડુતોને મેસેજ કરી બોલાવ્યા છે.

(3:37 pm IST)