Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ઇશ્વરીયા નજીક વાડી વિસ્તારમાં ખંઢેર ઓરડીમાંથી દારૂની ૧ર૦ બોટલ જપ્ત

ગાંધીગ્રામ પોલીસ મથકનો દરોડો : સંજય વરૂની શોધખોળઃ બી-ડીવીઝન પોલીસે ૧ર બોટલ સાથે ઇન્દુને પકડી લીધો

તસ્વીરમાં ગાંધીગ્રામ પોલીસે કબ્જે કરેલો દારૂ અને ઇન્સેટ તસ્વીરમાં  બી-ડીવીઝન પોલીસે દારૂ સાથે પકડેલો શખ્સ નજરે પડે છે. (૯.રર)

રાજકોટ, તા. ર :  શહેરના ઇશ્વરીયા મહાદેવ મંદિર નજીક વાડી વિસ્તારમાં આવેલી ખંઢેર ઓરડીમાંથી ગાંધીગ્રામ પોલીસે રૂ. ૪૯ હજારની કિંમતની દારૂની ૧ર૦ બોટલ કબ્જે કરી હતી.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્ ર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશી અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી પી.કે. દીયોરાની સુચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. કે. એ. વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.બી.ગઢવી, એ.એસ.આઇ. મહેશભાઇ લુવા, રાજુભાઇ કોડીયાતર, હેડ કોન્સ સંજયભાઇ કુમારખાણીયા, અમીનભાઇ, ધારાભાઇ, ભરતભાઇ તથા કનુભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. ભરતભાઇ ચૌહાણ અને કોન્સ. અમીનભાઇને મળેલી બાતમીના આધારે ઇશ્વરીયા મહાદેવ મંદિર રોડથી આજી નદી-ર ડેમ તરફ વાડી વિસ્તારમાં આવેલ ખંઢેર જેવી ઓરડીમાં દરોડો પાડી ઓરડીમાં નળીયા નીચે સંતાડેલ રૂ. ૪૯ર૦૦ ની દારૂની ૧ર૦ બોટલ કબ્જે કરી હતી. તપાસ કરતા આ દારૂનો જથ્થો બુટલેગર સંજય રાણાભાઇ વરૂનો હોવાનું જાણવા મળતા તેની શોધખોળ હાથ ધરી છે.

જયારે અન્ય દરોડામાં બી-ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. એમ. બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. એફ. ડામોર, એ.એસ.આઇ. વીરમભાઇ ધગલ તથા કોન્સ પરેશભાઇ સહિતે બાતમીના આધારે આરટીઓ પાછળ મચ્છાનગર પ-ખાડામાંથી દારૂની ૧ર બોટલ સાથે ઇન્દુ લઘરાભાઇ વકાતર (ઉ.વ.ર૯) (રહે. મચ્છાનગર-પ ખાડામાં) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:54 pm IST)