Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

માર્કેટ યાર્ડ પાસે 'હીટ એન્ડ રન' અજાણ્યા બાઇકે ઉલાળતા અજાણ્યા યુવાનનું મોત

રાજકોટ, તા.૨: શહેરના માર્કેટીંગ યાર્ડ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા બાઇક ચાલેક હડફેટે લેતા રાજસ્થાની યુવાનનુ મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ માર્કેટ યાર્ડ નજીક પુલ પાસે આશરે ૪૦ વર્ષના એક અજાણ્યા યુવાનને કોઇ અજાણ્યા બાઇક ચાલકે ઉલાળતા યુવાન ફંગાળાઇ જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું ઘટનાસ્થળે મોત નિપજયુ હતું. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના હિતેશભાઇ સહિત ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા અજાણ્યા યુવાનના ખીસ્સામાંથી એક વીઝીટીંગ કાર્ડ લખેલા મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરતા આ અજાણ્યા યુવાનનું નામ લહેરી હોવાનું અને તે રાજસ્થાનનો હોવાનું કામ કરતો હોવાનું જાણવા મળ્યુ હતું. જો કોઇ આ યુવાનના સગાસંબંધી હોય તો બી ડીવીઝન પોલીસ સ્ટેશન ફોન નં.૦૨૮૧-૨૭૦૬૦૧૮ સંપર્ક કરવા જણાવાયુ છે.

(2:52 pm IST)