Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

બાબરામાં નિર્દોષ યુવાનો ઉપર પોલીસના અત્યાચાર સામે કલેકટર કચેરીએ દેખાવો જવાબદારો સામે પગલા ભરો

ફરીદાબાદ જીલ્લામાં યુવતિની સરા જાહેર હત્યા અંગે વડાપ્રધાનને રજૂઆત : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના-ગૌ રક્ષક દળનું ગૃહમંત્રીને સંબોધી કલેકટરને આવેદન

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ બે મહત્વના બનાવો અંગે કલેકટર કચેરીએ દેખાવો કરી આવેદન પાઠવ્યું હતું. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર :.. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાજકોટ એકમે રાજયના ગૃહમંત્રીને કલેકટરશ્રી મારફત આવેદન પાઠવી જણાવ્યું હતું કે અમરેલી જીલ્લાનાં બાબરામાં ગજેન્દ્રભાઇ શેખવા અને નિર્દોષ સેવાભાવી યુવાનો પર પોલીસ દ્વારા થયેલા અત્યાચાર બાબત તપાસ કરવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, તા. ૧૧-૧૦-ર૦ર૦ નાં બાબરા શહેરનાં હાઇવે પર સ્પીડબ્રેકર બનાવવા હાઇવે પર થયેલા મૃત્યુ પામેલા પરીવારનાં સદસ્યોને સાથે રાખી સ્પીડબ્રેકર બનાવવાનાં મુદાને મીડીયામાં પ્રકાશીત કરવા અને બાબરા ગામમાં સ્પીડબ્રેકરો બને અને કોઇનાં મૃત્યુ અકાળે ન થાય કે કોઇનાં ગંભીર અકસ્માત ન થાય તે માટે બાબરામાં ૧૦ જેટલા યુવાનો અને મીડીયા કર્મીઓ એકત્રીત થયા હતાં.

જે બાબતે પોલીસે કોઇ ખાનગી કારણોસર કે કોઇ રાજકીય ઇશારે આ યુવાનોની ધરપકડ કરી ચાર (૪) કલાક બાબરા પોલીસ સ્ટેશનમાં ખોટી રીતનાં અટક કરી રાખેલા હતા ત્યારબાદ રાત્રીના અમરેલી પોલીસ દ્વારા જૂની એલ. સી. બી. કચેરી અમરેલી ખાતે બોલાવી રાત્રીનાં (૯) વાગ્યે બબરા પી. આઇ. દ્વારા કોઇપણ કારણ વગર સરકારી ગાડી (બોલેરો) માં બેસાડી ઉપરોકત કચેરીએ લઇ જવામાં આવ્યા હતાં.

યુવાનો ઉપર શારીરિક અને માનસીક ત્રાસ આપી આ નિર્દોષ યુવાનો પર પોલીસની ખોટી જોહુકમી કરવામાં આવી હતી, જેમાં ગજેન્દ્રભાઇ શેખવા બાબરાનાં સામાજીક આગેવાન છે, અને છેલ્લા ૮ થી ૧૦ વર્ષથી જીવદયા તથા ગૌ-રક્ષાની કામગીરી કરે છે. અને પોલીસ દ્વારા કોઇપણ કારણ વગર આવા સેવાભાવી યુવાનોને પોલીસ દ્વારા યુવાનને બંદુક (ગન) અને ધોકો પકડાવી ફીંગર પ્રીન્ટ લઇ અને ખોટી રીતે દબાવી ધમકાવીને અત્યાચાર ગુજારેલો હતો. આથી આ લોકો સામે કડક પગલા ભરવા માંગણી છે.

વડાપ્રધાનને રજૂઆત

તાજેતરમાં હરિયાણા રાજયના ફરીદાબાદ પાસેના વલ્લભગઢમાં યુવતીને સરાજાહેર ગોળી મારી ને હત્યા કરવામાં આવી છે એ હત્યારા આરોપી રેહાનખાન, તૌફિકખાન અને એમના મદદકર્તા આરોપીઓને તુરંત પકડીને કોર્ટ કાર્યવાહી પણ ફાસ્ટટ્રેકમાં કરી ને ફાંસીને માંચડે લટકાવો એવી અમારી માગણી છે.

આવા રાક્ષસી અને કટ્ટરવાદી માનસિકતા ધરાવતા લોકો લવ જેહાદ જેવી સમાજ માટે જોખમી જેહાદો ચલાવીને નાદાન ભોળી દીકરીઓને ફસાવવા ખોટા નામ ધારણ કરી ને પોતાની જાળમાં ફસાવે છે અને દીકરીઓને સાચી ખબર પડે ત્યારે ખૂબ મોડું થઇ ગયું હોય છે અથવા જો પ્રતિકાર કરે તો આ રીતે આ જેહાદી રાક્ષસો હત્યા કરી નાખે છે.

અમે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રી, હરિયાણા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીને કહેવા માંગી એ છીએ કે આવા કિસ્સામાં તુરંત આરોપીઓને ફાંસીએ લટકાવો.

ગૌ-રક્ષકદળ

ગૌ-રક્ષક દળે પણ કલેકટરને આવેદન પાઠવી, અમરેલી જીલ્લાના બાબરામાં ગજેન્દ્રભાઇ શેખવા અને નિર્દોષ સેવાભાવી યુવાનો પર પોલીસ દ્વારા થયેલા અત્યાચાર બાબતે રજૂઆતો કરી હતી.

(2:52 pm IST)