Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ગંજીવાડા પાસે જુગાર રમતા પ ઝડપાયા

ફીરોઝ, અલી, નાથા, અરૂણ અને જગદીશની ધરપકડ

રાજકોટ તા. રઃ શહેરના ગંજીવાડાના નાકા પાસે થોરાળા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મથકના પીએસઆઇ જ ી. એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જ ી. એસ. ગઢવી તથા હેડ કોન્સ. ભુપતભાઇ વાસાણી, હેડ કોન્સ. શૈલેષભાઇ, નરસંગભાઇ, વિજયભાઇ, જયદીપભાઇ તથા યુવરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. વિજયભાઇ મેતા અને જયદીપભાઇ ધોળકીયા તથા નરસંગભાઇ ગઢવીના માર્ગદર્શન હેઠળ ગંજીવાડાના નાકા પાસે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ફીરોઝ ઇબ્રાહીમભાઇ પલેજા (ઉ.વ. ૪૪) (રહે. ગંજીવાડા સોસાયટી શેરી નં. ૩૪), અલી ઇબ્રાહીમભાઇ કડીવાર (ઉ.વ. ૬૩) (રહે. દેવપરા પાસે ગાંધી સોસાયટી મૂળ ખેરવા), નાથા છગનભાઇ મકવાણા (ઉ.વ. પ૧) (રહે. ગંજીવાડા સોસાયટી શેરી નં. ૪૩), અરૂણ લક્ષ્મણભાઇ સંગ્રામ (ઉ.વ. પ૦) (રહે. ન્યુ સુભાષનગર શેરી નં. ર કોઠારિયા રોડ) અને જગદીશ સોમાભાઇ વાઘ (ઉ.વ. ૪૯) (રહે. જંગલેશ્વર મેઇન રોડ) ને પકડી લઇ રૂ. પ૩પ૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(2:51 pm IST)