Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

મોરબીની જાહેરસભામાં હાર્દિક પટેલે ભગવાન રામ બાબતે બોલ્યા તે નિંદનીય છે : કડક પગલા ભરો

રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદે કલેકટરને આવેદન આપ્યું: કેન્દ્ર સરકાર નિષ્પક્ષ તપાસ કરે..

રાજકોટ, તા. ર : રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદના રાજકોટ એકમે કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે, મોરબીમાં હાલમાં ચાલી રહેલી પેટાચૂંટણી દરમ્યાન એક જાહેર સભામાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ વિશે હાર્દિક પટેલ દ્વારા જે કરોડો લોકોની આસ્થા તેમજ હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી છે, જેનો રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ ગુજરાત રાજય પ્રદેશ યુવા અધ્યક્ષ જીતેશ રામાવત તથા અન્યો કડક શબ્દમાં નિંદા કરે છે.

તાજેતરમાં હાર્દિક પટેલએ મોરબીમાં ચાલી રહેલી પેટા ચૂંટણીની જાહેર સભામાં આપેલ ભાષણમાં તેણે સ્પષ્ટ રીતે હિન્દુઓની લાગણી દુભાવવા એવું કહેલ છે કે અન્ય ગામોના રામ મંદિર માટે ઝાલર વગાડવા વાળા નથી મળતા તો અયોધ્યા દર્શન કરવા કોણ જશે.

આ હાર્દિક પટેલ મત માટે રાજકારણ માટે ભગવાન શ્રીરામનો ઉલ્લેખ કરવાની જરૂર શું હતી. ? ફકત અને ફકત હિન્દુઓને ભડકાવીને તેમની લાગણીને ઠેસ પહોંચાડી રાજકીય લાભ ખાટવા જ તેણે મલિન ઇરાદાથી કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડેલ છે.

અયોધ્યા રામ જન્મભૂમિ તરીકે સર્વ સ્વીકૃત છે અને નામદાર સુપ્રીમ કોર્ટે પણ આ મંદિરને રામ જન્મભૂમિના આસ્થાનું પ્રતિક સમજી તેને હિન્દુ ધર્મ માટે દેશમાં ભવ્ય રામ મંદિર બને તેવો હુકમ કરેલ છે ત્યારે ત્યાં જશે કોણ તેવો સવાલ ઉભો કરી હિન્દુઓને રામ ભગવાનના મંદિરોમાં જતા નથી તેવી ખોટી વાહીયાત વાતો કરે છે.

રાજકારણમાં લાભ ખાટવા ભગવાન શ્રી રામ ઉપર લોકોને શ્રદ્ધા નથી અનેે લોકો જતા નથી તેવી ખોટી વાહીયાત વાત કરી અમારા જેવા કરોડો હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડે છે. આ બાબતે કેન્દ્ર સરકાર નિષ્પક્ષ તપાસ કરી હાર્દિક પટેલ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ છે.

(2:49 pm IST)