Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

કેશુભાઇ સાથેના સંભારણા વાગોળતા ડો.કથીરીયા

અનેક સ્મરણોની હારમાળા તાજી કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી

રાજકોટ તા. ર : ગુજરાતમાં સુરાજયનો પાયો નાંખનાર દીર્ધદ્રષ્ટા રાજનીર્તિજ્ઞ, કોઠાસુઝથી ઠસાઠસ ભરેલા, ધીરગંભીર સ્વભાવે સરળ, લાખો કાર્યકર્તાઓના જીવન ઘડતરમાં પ્રાણ સિંચનાર, ગુજરાતની જનતાના હૃદય સમ્રાટ પૂર્વ મૂખ્યમંત્રી કેશુભાઇ પટેલે સદેહે આપણી વચ્ચેથી જેફ વયે વિદાય વિદાય લીધી છે. ''જાતસ્ય ધુવો મૃત્યુ''ને સ્વીકારનારી આપણી સંસ્કૃતિના આપણે સૌએ આ કટુસત્યને સ્વીકારવું જ રહ્યું, પ્રભુ તેમના દિવ્ય આત્માને ઉધ્વગતિ આપે અને મોક્ષ માર્ગે પ્રયાણ કરતા રહે. એવી અંતરની પ્રાર્થના. પરંતુ એક સમાજ સેવક અને રાજપુરૂષની ખોટ તો રાજય અને સમાજને સાથે જ ! તેની કેશુભાઇ સાથેના સંસ્મરણો વાગોળતા રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન વલ્લભભાઇ કથીરીયાએ જણાવ્યું હતું.

કેશુભાઇ વિષે જનસંઘ સમયથી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સ્વયંસેવક અને ગામડાના પટેલ કિસાન પુત્રના નાતે જાણકારી તો હતી. જ તેઓ રાજકોટ, કાલાવડ, પડધરી વગેરે ધારાસભાઓ જીતતાને વાંચતા-સાંભળા કટોકટી પછી જનતા મોરચા સરકારમાં કૃષિ અને સિંચાઇ મંત્રી બન્યા તેમણે તે સમયે સૌરાષ્ટ્રમાં અનેક મધ્યમ અને નાની સિંચાઇ યોજનાઓ દ્વારા ૩૦ થી વધુ ડેમો બનાવેલા જે સંખ્યા આજે ૧૧પ સુધી પહોંચી છે. કિસાનપુત્ર તરીકે પાણીની મહતા સમજી, સૌરાષ્ટ્રમાંથી દુષ્કાળને જાકારો આપવાનો આ ભગીરથ પ્રયાસ ! પછી રાજકોટમાં હું સ્થાયી થયો. આધુનિક રાજકોટના સ્વપ્નદ્રષ્ટા અરવિંદભાઇ મણીઆરના અકાળ અવસાન બાદ તેમના અધુરા રહેલા કાર્યોને આગળ વધારવા અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી જેમાં ટ્રસ્ટી કેશુભાઇ, ડો. પી.વી.દોશી, ચિમનકાકા, કાંતિભાઇ વૈદ્ય, રમણીકભાઇ વૈદ્ય, મહાસુખભાઇ, હંસિકાબેન મણીઆર જેવા મહારથીઓના નેતા હેઠળ પ્રથમ કમીટી સભ્ય તરીકે અને ત્યાર બાદ યુવા ટ્રસ્ટી તરીકે મારા સહિત રામભાઇ ઠાકર, શીવુભાઇ દવે અને જયોતીન્દ્રભાઇ મહેતા જેવા યુવા કાર્યકર્તાઓને ટ્રસ્ટની પ્રવૃતિમાં જોડાવાનું સદ્દભાગ્ય મળ્યું કહો કે રાજકોટમાં મારી જાહેર જીવનની કારકિર્દિના ગણેશ ત્યાંથી મંડાયા, જ કેશુભાઇ સહિત સર્વે ટ્રસ્ટીઓનું માર્ગદર્શન અને વિવિધ પ્રવૃતિઓ દ્વારા સમાજ જીવનમાં યોગદાન આપવાનું સદ્દભાગ્ય અમોને મળ્યું અમોને પ્રોત્સાહિત કરતા એટલું જ નહી જીવન ઘડતરના પાઠો ભણાવવાનું પણ ચુકતા નહી ટ્રસ્ટની વ્યાખ્યાન માળાઓમાં વિવિધ વિષયો અને  મહાનુભાવોના વ્યાખ્યાનો ન ફકત આમ સમાજ માટે બલ્કે અમારા જીવન ઘડતરમાં ખુબજ ઉપયોગી થયા. જેની અનેક સુખદ સ્મૃતિઓ તાજી થાય છે.

ત્યાર બાદ તો ભાજપામાં આવવાનું થયું સક્રીય રાજકારણમાં જોડાયો ત્યારે કેશુભાઇ સમયે સમયે ભાષણની કલા, વિષય પર ઉંડો અભ્યાસ, આરોહ-અવરોહ, સંવેદનાત્મક, લોકભોગ્ય ઉદાહરણો વગેરે માટે માર્ગદર્શન આપતા અનેક પ્રસંગો યાદ આવે છે.અનેક સ્મરણોની હારમાળા મારા માનસ પર  તાજી થાય છે. એક મહામાનવ જનકલ્યાણને સમર્પિત વિરલ વ્યકિતત્વ, કુશળ સંગઠક અને વહિવટકર્તા, પ્રખર રાષ્ટ્રભકત અને રાજપુરૂષ એવા કેશુભાઇ પટેલની ખોટ વર્ષો સુધી સમાજને સાલશે. તેમ અંતમાં પૂર્વ કેનદ્રીય મંત્રી વલ્લભભાઇએ સંભારણા વાગોળતા જણાવ્યું હતું.

(2:46 pm IST)