Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

દારૂનો જથ્થો સપ્લાઇ કરવા પાઇલોટીંગ કરતા પકડાયેલ પોલીસમેન સહિત ત્રણ આરોપીઓની જામીન અરજી રદ

લોકોની સુરક્ષા કરવાના બદલે દારૂ સપ્લાઇ કરવામાં મદદગારી કરી હોવાનો દુરૂપયોગ કરનારને જામીન આપી શકાય નહીઃ એ.પી.પી.મુકેશ પીપળીયા

રાજકોટ તા. ર : દારૂના જથ્થા સપ્લાય કરવા પાયલોટીંગ કરતા પોલીસમેન સહીત ત્રણની જામીન અરજી કોર્ટ ફગાવી દધી હતી.

 

આ અંગેની વિગત એવી છે કે તા.ર૦/૧૦/ર૦ ના રોજ બપોરે વિદ્યાનગર મેઇન રોડ ઉપર માઇલસ્ટોન હોસ્પીટલની સામે રાજકોટ એસ.ઓ.જી.પોલીસે ઇગ્લીંસ દારૂની બોટલ નંગ ૭ર કારમાંથી પકડી પાડેલ અને કાર ચાલક મહેન્દ્રસિંહ અશોકકુમાર વૈદ રહે. અમદાવાદ વાળાની અટકાયત કરેલ અને તે દારૂના જથ્થાની સપ્લાય કરવા અમદાવાદથી રાજકોટ સુધી પાયલોટીંગ કરતા આવેલ અમદાવાદ આઇ.ડીવીઝન પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ રણજીતસિંહ દરબારની પણ અટકાય કરેલ અને તેની સાથે અન્ય એક આરોપી કૃણાલ હસમુખભાઇ શાહ રહી અમદાવાદ વાળાની પણ અટકાયત કરી પોલીસે ત્રણેયની ધરપકડ કરેલ.

જેલ હવાલે રહેલ ત્રણેય આરોપીઓએ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા જણાવેલ કે આરોપીઓ સામે સમાજ વિરોધી ગૂન્હો છે. અને જે વ્યકિતએ પોલીસમાં નોકરી કરી લોકોની સુરક્ષા કરવાની હોય તેજ વ્યકિત પોલીસના હોદાનો ખોટો ઉપયોગ કરી દારૂ સપ્લાય કરવામાં મદદગારી કરતા હોય તેવી વ્યકિતઓને જામીન આપી શકાય નહી. અને જામીન અરજી રદ કરવા રજુઆત કરેલ તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી પી.એમ.ત્રિવેદીએ આરોપીઓની જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે એ.પી.પી. મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(2:45 pm IST)