Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

કૃષ્ણનગર પાસેથી હસમુખ ઉર્ફે મુન્નો ૧૬ ચોરાઉ મોબાઇલ સાથે પકડાયો

હસમુખ ભીડનો લાભ લઇ રાહદારીઓના મોબાઇલ ચોરી લેતોઃ મોબાઇલ વેંચવા નીકળતા માલવીયાનગર પોલીસે દબોચ્યોઃ ૧.રર લાખના મોબાઇલ કબ્જે કર્યા

રાજકોટ તા. ર :.. શહેરના કૃષ્ણનગર મેઇન રોડ પર ચોરાઉ મોબાઇલ વેંચવા આવેલા નવલનગરના દેવીપૂજક શખ્સને માલવીયાનગર પોલીસે ૧૬ ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના કૃષ્ણનગર મેઇન રોડ પર ધોળકીયા સ્કુલ પાસે એક શખ્સ ચોરા મોબાઇલ ફોન વેંચવા આવ્યો હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. ભાવેશભાઇ ગઢવી અને હરપાલસિંહ જાડેજાને બાતમી મળતા પીઆઇ કે. એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી. કે. ઝાલા, હેડ કોન્સ. મસરીભાઇ, યુવરાજસિંહ જાડેજા, દિગ્પાલસિંહ જાડેજા, ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, રોહીતભાઇ કછોટ, મહેશભાઇ ચાવડા, તથા હિતેષભાઇ અગ્રાવત સહિત વોચમાં હતા. ત્યારે કૃષ્ણનગર મેઇન રોડ પરથી પસાર થતા હસમુખ ઉર્ફે મુન્નો રતીલાલભાઇ વાઘેલા (ઉ.૩૬) (રહે. નવલનગર શેરી નં. ૯, મવડી રોડ) ને પકડી લઇ તલાસી લેતા તેની પાસથી રૂ. ૧,રર,૦૦૦ ની કિંમતના ૧૬ ચોરાઉ મોબાઇલ મળી આવતા તેની ધરપકડ કરી હતી. હસમુખ ઉર્ફે મુન્નો ભીડભાડ વાળા વિસ્તારમાં  ભીડનો લાભ લઇ રાહદારીઓના મોબાઇલ ચોરી લેતો હતો. તેણે છેલ્લા દોઢ મહિનામાં ૧૬ મોબાઇલ ચોરી કર્યાની કબુલાત આપી હતી.

(2:45 pm IST)