Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

પોલીસનો સ્વાંગ રચી સોનાના દાગીનાની ઉચાપતના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. રઃ સોની વેપારી સાથે પોલીસનો સ્વાંગ રચી સોનાના દાગીના બનાવી ઉચાપત કરવા પકડાયેલ સસરા જમાઇ આરોપીઓને જામીન પર છોડવાનો અદાલતે હુકમ કર્યો હતો.

રાજકોટ જાગનાથ શેરી નં. રર માં રહેતા ફરીયાદી સોની નવીનભાઇ ચમનભાઇ ભીડી કે જેઓની દુકાન નવા નાકા ઢાળ પાસે આવેલ ભાવના જવેલર્સ નામની દુકાનમાં સોના-ચાંદીના દાગલીના બનાવતા વેપારી પાસેથી આરોપીઓ (૧) અતુલ ભીખાભાઇ રાઠોડ, (ર) સાગર ધર્મેન્દ્રભાઇ મીયાવાળા બન્ને સસરા-જમાઇ હોય તેવોએ તા. ૦પ/૦૮/ર૦ર૦ના રોજ ફરીયાદીની દુકાનમાં જઇ પોલીસ ઇન્સ્પેકટર તરીકે ખોટલી ઓળખાણ આપી પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ ઇન્સ્પેકટરના ડ્રાઇવર તરીકે સસરા-જમાઇએ પોલીસનો સ્વાંગ રચી સોનાના દાગીના રૂ. ર,ર૪,૦૦૦/-ની કિંમતના દાગલીઓ બનાવી તે રકમ ન આપી, છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરી એકબીજાની મદદગારી કરી તેમજ રાજય સેવક તરીકેની ખોટી ઓળખાત ઉભી કરી પોલીસનો સ્વાંગ રચી છેતરપીંડી કર્યા અંગેની ફરીયઇાદ એ. ડીવી. પોલીસ સ્ટેશનમાં કરતા આરોપીઓની પોલીસની ધરપકડ કરી અને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ હતું.

આ કામમાં સસરા-જમાઇ વતી શ્રી રોહિતભાઇ બી. ઘીયાએ વકીલે રજુઆત કરેલ કે આ કામમાં આરોપીઓએ પોલીસનો સ્વાંગ રચેલ છે તે બાબતે પોલીસ જેવા કોઇ કપડા કે ર્ણન ફરિયાદમાં ફરીયાદીએ જણાવેલ નથી. તેમજ આરોપીઓએ ફરીયાદી પાસેથી જે દાગીના લીધેલ છે તે ફરીયાદ જોતા પૈસા આપવાનો ઇન્કાર કરેલ હોયડ તેવી હકિકત ફરીયાદમાં ફલીત થતી નથી. આમ પોલીસે લગાડેલી ઇ.પી.કો. કલમ-૧૭૦ તથા ૪૦૬, ૪ર૦ના કોઇ મુળભુત તત્વો ફલીત થતા નથી. દલીલ દરમ્યાન બચાવ પક્ષે સુપ્રીમ કોર્ટ તથા ગુજ. હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ તરફ નામ. કોર્ટ સમક્ષ ધ્યાન દોરતા કોર્ટે રજુઆત ધ્યાને લઇ આરોપીને જામીન પર છોડવા હુકમ કરેલ છે.

આ કામમાં આરોપીઓ તરફે ધારાશાસ્ત્રી શ્રી રોહિતભાઇ બી. ઘીઆ તથા હર્ષ ઘીઆ તથા ગોપાલભાઇ મકવાણા રોકાયેલ હતા.

(2:44 pm IST)