Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

સરગમ કલબ દ્વારા શરદોત્સવની મોજ

રાજકોટ : નવરાત્રીના નવે નવ દિવસ હેમુ ગઢવી હોલ ખાતે માતાજીની પૂજા અને સ્તુતિ બાદ સરગમ કલબના લેડીઝ તથા જેન્ટસ કમીટી મેમ્બરોએ ભાવનગર રોડ પરના શ્રીનાથજી ફાર્મ ખાતે શરદ પૂનમના રાસોત્સવનું આયોજન કર્યુ હતુ. લીલીછમ વનરાજી વચ્ચે સૌ માતાજીની સ્તુતી કરી ગરબે ઘુમ્યા હતા. કમીટી મેમ્બર ઉપરાંત આમંત્રિતોએ સાથે દુધ પૌઆનો પ્રસાદ લીધો હતો. સમગ્ર કાર્યક્રમમાં કલબના હોદેદારો ગુણવંતભાઇ ડેલાવાળા, અરવિંદભાઇ દોમડીયા, સ્મીતભાઇ પટેલ, કિરીટભાઇ આદ્રોજા, ખોડીદાસભાઇ પટેલ, શીવલાલ રામાણી, જીતુભાઇ ચંદારાણા, જગદીશભાઇ ડોબરીયા, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, હેલીબેન ત્રિવેદી, જયશ્રીબેન રાવલ, ચંદ્રીકાબેન  ધામેલીયા, મિતેનભાઇ મહેતા, કાશ્મીરાબેન નથવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:43 pm IST)