Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

કોવિડમાં ઉપયોગમાં લેવાતા સાધનોને વાયરસ મુકત રાખવાના કામમાં નર્સ બહેનોની રાઉન્ડ ધ કલોક સેવા

પીડીયુ કોવિડ હોસ્પિટલમાં તમામ તકેદારી સાથે દર્દીને બીજા બેકટેરીયા કે વાયરસનો ચેપ ન લાગે તે માટે ૦.૫ના સ્પ્રેથી કલોરાઇડ સોલ્યુશનથી થાય છે સેનેટાઇઝેશન

રાજકોટ,તા.૨:  પીડીયુ કોવિડ હોસ્પિટલ માં સારવાર માટે આવતા કોરોના ના દર્દીઓ બીજા દર્દીઓના અન્ય રોગ ના ઇન્ફેકશન લઈને ન જાય તેમજ સ્ટાફ ને કોવિડનું ઈન્ફેકશન ન લાગે તે માટે હોસ્પિટલના તમામ ફલોર પર તમામ મેડિકલ ઇકિવપમેન્ટનુ પ્રોપર સેનેટાઈઝેશન ખાસ કેમિકલથી કરવામાં આવે છે. આ કામગીરી માટે પીડીયુ હોસ્પિટલમાં ઇન્ફેકશન કંટ્રોલ નર્સ બહેનો રાઉન્ડ ધ કલોક કામગીરી સેવા બજાવી રહી છે.

આ અંગે સેવા આપતાં નર્સ ખ્યાતિ બેન ભટ્ટે જણાવ્યું હતું કે ઇન્ફેકશન કંટ્રોલ સ્ટાફ નર્સ ની કામગીરી કોવિડ હોસ્પિટલમાં દર્દી ઉપયોગમાં લે છે તે તમામ સાધનોનું પ્રોપર કેમિકલથી સેનેટાઈઝર થાય તેમજ દરેક કર્મચારી જયારે હોસ્પિટલમાં એન્ટ્રી કરે ત્યારે પીપીઈ કીટ પ્રોપર પહેરી છે કે કેમ તે અંગે તેમને અવેર કરવાની કામગીરી ઉપરાંત સેનેટરી ઇસ્પેકટરને સાથે રાખીને સ્વચ્છતા સફાઇ અંગે મટીરીયલ તૈયાર થાય અને તેની અમલવારી સફાઈ કર્મચારીઓ દ્વારા કરવા કરવામાં આવે છે.૦.૫ના પ્રમાણથી હાઇપર કલોરાઈડ હાઈપર કલોરાઇડ સોલ્યુશનથી સેનેટેઝેસન કરવામાં આવે છે બાયોમેડિકલ વેસ્ટ અંગે પણ જરૂરી તકેદારી રાખવામાં આવે છે અને દર્દીઓના સ્વોબ પણ પરીક્ષણ અર્થે મોકલવામાં આવે છે. જેથી અન્ય કોઇ ઇન્ફેકશન તેમને હોય તો ત્યાર પછીના આવનાર દર્દીને ન લાગે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

અન્ય એક સેવા આપતા ઇન્ફેકશન સ્ટાફ નર્સ રાજેશ્રી વડસરાએ એ જણાવ્યું હતું કે સ્ટ્રેચર તેમજ ઇન્જેકશન ટ્રોલી અને અન્ય સાધનો બરાબર છે કે કેમ અને દર્દીની તબિયત ગંભીર થાય તો એવા સમયે ઉપયોગમાં લેવાનાર મેડિકલ ઇકિવપમેન્ટનુ ટેસ્ટટીગ પણ કરવામાં આવે છે. સ્ટાફને દર્દીની સારવાર દરમિયાન વાગી જાય તો એમને ઈન્ફેકશન ન થાય તે માટે તપાસ કરાવવામાં આવે છે. કાજલબેન સોઢાતરે જણાવ્યું હતું કે, બ્લડ ના સેમ્પલ કે મર્કયુરી ઢોળાય તો તેની સફાઈ કરવા માટેની ખાસ કિટનો ઉપયોગ કરવામાં આવે છે તેની તપાસ પણ કરવાની કામગીરી ઇન્ફેકશન સ્ટાફ નર્સ દ્વારા કરવામાં આવે છે.

 

(12:57 pm IST)