Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ગેસનો બાટલો હવે ઓનલાઇન (૭૭૧૮૯-પપપપપ) ઉપર બૂક કરવાનો રહેશેઃ IOCનો નવો નંબર જાહેર

રાજકોટ તા. રઃ ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનની સૂચના પ્રમાણે હવે ઓનલાઇન ગેસ બુકીંગ માટે ૯૬ર૪૩ ૬પ૩૬પના બદલે નવા નંબર (૭૭૧૮૯ પપપપપ) ઉપર બુકીંગ કરાવવાનું રહેશે. આ માટે ગાઇડ લાઇન પણ જાહેર કરાઇ છે, જેમાં ગેસ એજન્સીમાં ઉપરોકત નવા નંબર ઉપરથી ડાયલ કરવાનો રહેશે, ત્યારબાદ (૩) દબાવવાનો રહેશે, ભાષા સીલેકટ કરવા માટે, આ પછી ગુજરાતી ભાષા માટે (૪) નંબર દબાવવાનો રહેશે. આ ૪ નંબર દબાવશો એટલે સામેથી ૧૬ આંકનો ગ્રાહક આઇડી નંબર બોલશે, અને પછી (૧) નંબર દબાવવાથી બાટલો એટલે કે રીફીલ બુકીંગ થઇ જશે.

(11:42 am IST)