Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ઓર્થોપેડીક ક્ષેત્રની ઓથોરીટી ગણાતા સર્જન ડો.ભાવેશ સચદેનો કાલે જન્મ દિવસઃ ગોલ્ડન જયુબેલી યર (પ૦ વર્ષ)માં પ્રવેશ

રાષ્ટ્રીય કક્ષાના પ્રખ્યાત જોઇન્ટ(ની) રીપ્લેસમેન્ટ સર્જન, IMA રાજકોટના પૂર્વ પ્રમુખ, રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગના પૂર્વ વડા અને રાજકોટ લોહાણા મહાજન સમિતિના સભ્ય ડો. ભાવેશ સચદેનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ર :.. રાષ્ટ્રીય કક્ષાના પ્રખ્યાત  જોઇન્ટ (ની) રીપ્લેસમેન્ટ સર્જન, ઇન્ડિયન મેડીકલ એસોસીએશન (આઇએમએ) રાજકોટના પૂર્વ પ્રમુખ, રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગના પૂર્વ પ્રોફેસર એન્ડ હેડ અને રાજકોટ લોહાણા મહાજન સમિતિના સભ્ય શ્રી ડો. ભાવેશભાઇ સચદેનો આવતીકાલે નવેમ્બરના રોજ જન્મ દિવસ છે.

તા. નવેમ્બર ૧૯૭૦ ના રોજ જન્મેલ, છેલ્લા ૧૮ વર્ષોથી સમન્વય હોસ્પિટલ, કરણસિંહજી મેઇન રોડ, સેન્ટર પોઇન્ટની બાજુમાં રાજકોટ ખાતે હજજારો દર્દીઓને સાજા કરીને દોડતા કરનાર અને ઓર્થોપેડીક  ક્ષેત્રની ઓથોરીટી તરીકે જાણીતા સર્જન ડો. ભાવેશભાઇ સચદે આવતીકાલે તેમના યશસ્વી જીવનના ૪૯ વર્ષ પુર્ણ કરી પ૦ માં વર્ષમાં (ગોલ્ડન જયુબેલી યર) પ્રવેશ કરી રહ્યા છે.

રાજકોટ ખાતેની વિવિધ હોસ્પિટલો જેવી કે સ્ટર્લીંગ, વોકહાર્ટ, જલારામ રઘુકુળ, હોસ્પિટલ,   સિનર્જી, એચસીજી વિગેરેમાં હાલમાં પેનલ સર્જન તરીકે અત્યંત મહત્વની ફરજ બજાવતા  ડો. ભાવેશભાઇ સચદેએ આઇજીઓએફ જર્મની તથા સેન્ટર ફોર ની સર્જરી ફ્રાન્સ દ્વારા ગૌરવરૂપ ગણાતી ફેલોશીપ પણ મેળવેલ છે.

ઉપરાંત તેઓ યુનાઇટેડ કિંગ્ડમ (યુ. કે.) ખાતે આવેલ સર જહોન ચાર્નલેઝ ઇન્સ્ટીટયુટ ફોર હીપ સર્જરીમાં પણ ઓબ્ઝરવર તરીકે પોતાની સેવા આપવા જોડાયેલા છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં નેશનલ - ઇન્ટરનેશનલ મેડીકલ કોન્ફરન્સમાં રીસર્ચ પેપર સાથે 'સબ્જેકટ એકસપર્ટસ ટોક' આપતા ડો. ભાવેશભાઇ સચદે ગુજરાતની વિવિધ મેડીકલ કોલેજોમાં એકસપર્ટ ફેકલ્ટી તરીકે પણ અમૂલ્ય સેવા આપી ચુકયા છે.

તેઓ રોટરી કલબ રાજકોટ મીડટાઉનના સભ્ય ઉપરાંત ઇન્ડિયન  ઓર્થોપેડીક એસોસીએશન, ગુજરાત ઓર્થોપેડીક એસોસીએશન, બોમ્બે ઓર્થોપેડીક સોસાયટી, ઇન્ડિયન મેડીકલ એસોસીએશન તથા ઇન્ડિયન સોસાયટી ઓફ હીપ એન્ડ ની સર્જનના લાઇફ મેમ્બર તરીકે પણ કાર્યરત છે. જન્મદિન નિમિતે ડો. ભાવેશભાઇ સચદે (મો. નં. ૯૮ર૪૩ ૦૧ર૩૪) ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(5:35 pm IST)