Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

સાધુવાસવાણી રોડ પર રેસ્ટોરન્ટમાં ગેસ લીકેજ થતા આગ : પાંચ લાખનું નુકશાન

રાજકોટ : સાધુવાસવાણી રોડ પર આવેલા સનસીટીની સામે સ્વામી રેસ્ટોદરન્ટના રસોડામાં ગઇકાલે આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લગતા હોટલમાં જમવા આવેલા ૩૦ જેટલા લોકોમાં અફડા તફડી મચી ગઇ હતી. રેસ્ટોરન્ટમાં રહેલા સ્ટાફે આગને બુઝાવવા માટે રેસ્ટોરન્ટમાં પડેલા ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ પણ કર્યો હતો, પરંતુ આગ કાબુમાં ન આવતા ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી હતી. તેમાં અંદાજે પાંચ લાખનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

(4:00 pm IST)