Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

આરોગ્ય ભારતી દ્વારા સોમવારે ધન્વન્તરી પૂજન

લોકો માત્ર ધનની નહિં પણ આરોગ્યરૂપી ધનની રક્ષાનું મહત્વ સમજે

રાજકોટ,તા.૨૦: આરોગ્ય ભારતી રાજકોટનાં સંયોજક ડો.ભાસ્કર ભટ્ટની યાદી મુજબ ઉપક્રમે ધનતેરસનાં દિવસે તા.૫ને સોમવારે સવારે ૯:૩૦ તો ૧૧ આરોગ્યનાં દેવતા ભગવાન ધન્વન્તરીના જન્મજયંતિ પૂજન અર્ચનનો કાર્યક્રમ શ્રી વિરાણી બેહરા મૂંગા શાળા, ઢેબર રોડ, રાજકોટ ખાતે યોજાશે.

આરોગ્ય ભારતીની સ્થાપના ૨૦૦૨માં કોચી ખાતે કરવામાં આ દિવસે જ કરવામાં આવેલ. સ્વસ્થ વ્યકિત, સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્રની કલ્પના સાથે આરોગ્ય ભારતી આજે ભારતના તમામ રાજયમાં કાર્ય કરી રહી છે. ભારત સરકારે પણ ધન્વન્તરી જયંતિને આયુર્વેદ દિવસ તરીકે ગત વર્ષથી જાહેર કરેલ છે. લોકો માત્ર ધનની નહિ પરંતુ આરોગ્યરૂપી ધનની રક્ષાનું મહત્વ સમજે તે માટે આરોગ્ય ભારતી પ્રયત્નશીલ છે.

આ કાર્યક્રમમાં આરોગ્ય ભારતીના રાષ્ટ્રીય કક્ષાનાં અધિકારી ડો.હર્ષદભાઈ પંડિત (તું જ તારો તારણ હાર) આરોગ્ય ભારતીના પ્રાંત સચિવ ડો.જયસુખભાઈ મકવાણા, વનૌષધિ વિભાગના પ્રાંત સંયોજક ભરતભાઈ કોરાટ, ઘરેલું ઉપચારના પ્રાંત સંયોજક પ્રવીણ ગીરી ગોસ્વામી (ગીરીબાપુ), મેડીકલ વિદ્યાર્થી પ્રાંત સંયોજક પ્રો.વિજય પીઠડીયા ઉપસ્થિત રહેશે. રાજકોટના મંત્રી ડો.હાર્દિક જોબનપુત્રા, વિપુલભાઈ પરમાર, તપનભાઈ પંડ્યા, મોનીકાબેન ભટ્ટ, જાગૃતિબેન ચૌહાણ, વાહીદ માર્ફાની વી.વ્યવસ્થા ગોઠવાશે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:44 pm IST)