Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

GSTના અમલને ૧૬ મહિના થયા પણ નેટવર્ક ઠેરનું ઠેર દેશમાં સવા કરોડ વેપારીઓ છેઃ સર્વરને તાકિદે અપગ્રેડ કરો

દરેક રીટર્ન સીંગલ કલીકમાં ભરાવા જોઇએઃ જીએસટી નેશનલ એકશન કમિટીનું કલેકટરને આવેદન : વેપારીઓને ૯૦ દિવસે પણ રીફંડ મળતું નથીઃ સીંગલ વીન્ડો સિસ્ટમ દાખલ કરો

જીએસટી નેશનલ એકશન કમિટી અને વેપારીઓએ કલેકટરને સર્વર-રીફંડ સહિતની અનેક મુશ્કેલીઓ અંગે આવેદન આપ્યું હતું

રાજકોટ તા.૨: નેશનલ એકશન કમિટી ઓફ જીએેસટી પ્રોફેશનલના જીતેન્દ્ર ચાવડા મનીષ સોજીત્રા વિગેરેએ દેખાવો સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉમેર્યું હતું કે જીએસટીના અમલના ૧૬ મહિના પછી પણ જીએસટી નેટવર્ક ઠેરના ઠેર અને ભારતમાં સરળ જીએસટીની તાતી જરૂરીયાત હોવાનું જીએસટી કાયદો ખુબ જ જટીલ છે અને તેનું અમલીકરણ તેનાથી વધુ જટીલ રીતે કરવામાં આવેલ છે. અધિકારીઓની સત્તા અને સિસ્ટમની નિર્બળતા વચ્ચે વેપારીઓની હાલત કફોડી થઇ ગયેલ છે અને આજે જીએસટી કાયદાના અમલમાં ૧૬ મહિના પછી વેપારીઓ અમુક વ્યવહાર કરતાં પહેલા વકીલોને પુછવા જાય છે. ટુકી સમયમર્યાદાઓ, ઉપરાઉપરી એકપછી એક પત્રકોની હારમાળા, સતત થઇ રહલ બદલાવ અને આકરા દંડને કારણે સરળ બનાવવાના ઇરાદે બનાવાયેલ કાયદો અનેક વેપારીઓ માટે મુશ્કેલીઓ સર્જી રહયો છે. અને ભારતમાં કર-કાયદાઓનુ ૯૦% અનુપાલન કર-વ્યવસાયિકો દ્વારા જ થાય છે અને તેથી વેપારીઓ વતી સિસ્ટમ સામે રીતસરના તેઓ જજુમી રહ્યાં છે અને સિસ્ટમની નિષ્ફળતાના હિસાબે વેપારીઓને પુર્ણ સંતોષ આપી શકે તે માટે અનેકાનેક રજુઆતો વાર તહેવારે કરી રહ્યા છે પરંતુ તે પછી અનેક રજુઆતો આજે ૧૬ મહિના પછી પણ ઠેરની ઠેર રહેતા તેઓએ આજે જીએસટી કાઉન્સીલના ચેરમેન વતી કલેકટરશ્રીને આવેદન આપી અવગત કરેલ છે.

જીએસટી નેટવર્ક પર એક સાથે અંદાજે ૧૫૦૦૦૦ લાખ રીટર્ન ફાઇલ થઇ શકે છે. અને દેશમાં જીએસટીનો ધરાવતા વેપારીઓની સંખ્યા ૧.૧૪ કરોડ છે એટલે કે સર્વરને અપગ્રેડ કરવું પડે તેની કેપેસિટી વધારવી જોઇએ જેથી વેપારીઓ સરળતાથી પોતાના કાર્યો કરી શકે અને લેટ ફી માંથી બચી શકે.

અનેકોનેક કિસ્સાઓ એવા છે જેમાં વેપારીઓએ અનેક વખત દિવસોના દિવસ પ્રયત્ન કર્યા પછી પણ જીએસટી કંપલાયન્સ કરી શકયા નથી અને જેથી તેઓને નાણાકીય નુકસાન થયેલ છે. આવું થવું કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરૂદ્ધ છે અને જેથી વેપારીઓના લોગ-ઇનમાં એક એકિટવિટી રિપોર્ટ જનરેટ થાય અને જેના આધારે વેપારીઓએ કરેલ પ્રયત્નોની નોંધ સિસ્ટમ જ કરે તેવી વ્યવસ્થા ઉભી કરવા માટે માંગણી છે.

રિફંડન પ્રક્રિયા ખુબ જ જટિલ છે અનેક કિસ્સાઓમાં વેપારીઓને રિફંડ ૯૦ દિવસે પણ મળતું નથી. આવા સંજોગોમાં સિંગલ વિન્ડો રિફંડ કલીરન્સ સિસ્ટમ ડેવલપ કરવા માટે અને રિફંડની અરજીનો નિકાલ માત્ર ૨૦ દિવસમાં કરવાની માંગણી થયેલ છે.દરેક રીટર્ન સિંગલ કિલક થી ભરાવા જોઇએ, જે વેટ કાયદામાં જોગવાઇ હતી તેવી જોગવાઇ હોવી જોઇએ કોઇપણ વેપારી એક મહિના માટેના જીએસટી કાયદા હેઠળની દરેક જવાબદારી અને દરેક પત્રકો એક કિલક કરીને ભરી શકે અન બાકીનો સમય પોતાના ધંધા-રોજગારમાં વિતાવી સરકારની આવક તથા દેશના અર્થતંત્રને આગળ વધારવામાં વાપરી શકે.

ટેકસ અને રીટર્ન ભરવા વચ્ચે ઓછામા ંઓછો ૧૦ દિવસનો સમયગાળો જોઇએ કારણકે ઘણી વખત ચલણ ભરાયા બાદ કેસ લેજરમાં નથી દેખાતા અને ત્યાં સુધી વેપારી રીટર્ન નથી ભરી શકતાં.

જીએસટીઆર-૯ કે જે વાર્ષિક પત્રક છે જે નાણાકીય વર્ષ બાદ ૯ મહિનાની અંદર ભરવાનું હોય છે અને આજ દિવસ સુધી તેની યુટીલીટી સરકાર દ્વારા નથી મુકવામાં આવી. સરકાર પહેલા વાર્ષિક પત્રકની યુટીલીટી સિસ્ટમ પર ઉપલબ્ધ કરે અને વાર્ષિક પત્ર ભરવા માટે ૯ મહિનાનો સમય આપે તેવી માંગણી કરેલ છે, આ તારીખ ૩૧-૭-૨૦૧૯ કરતાં વહેલી હોવી જોઇએ નહીં, આ સિવાય પણ પત્રકને કાયદા-પ્રણાલી અને સુસંગત બનાવવા તથા વ્યવહારુ બનાવવા માટેઅનેક સૂચનો કરેલ છે.(૧.૩૧)

(3:43 pm IST)