Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

આસી. નર્સીંગ સુપ્રિન્ટેન્ડન્ટ હર્ષાબેન નિર્મળને નિવૃત્તિ શુભેચ્છા

રાજકોટ : સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના આસીસ્ટન્ટ નર્સીંગ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રીમતી હર્ષાબેન અરૂણભાઇ નિર્મળ સેવા નિવૃત્ત થતા સ્ટાફગણ દ્વારા વિદાય સમારોહ ગોઠવવામાં આવ્યો હતો. ચિલ્ડ્રન હોસ્પિટલના હેડ ડો. યોગેશભાઇ પરીખના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સમારોહમાં હર્ષાબેનની ૩૭ વર્ષની નિષ્ઠા પૂર્વકની સેવાઓને યાદ કરવામાં આવી હતી. શ્રીફળ, પડો, વોલપીસ ગીફટ આપી સન્માનીત કરાયા હતા. પ્રત્યુતરમાં હર્ષાબેને પણ લાગણીથી ગદ્દગદ્દીત થઇ સૌનો આભાર વ્યકત કર્યો હતો. આ સન્માન સમારોહમાં આસિસ્ટન્ટ નર્સીંગ સ્ટાફના સર્વશ્રી શંકરભાઇ ડામોર, સ્મિતાબેન ક્રિશ્ચયન, તારાબેન રાવલ, રેણુકાબેન સેલારકા, ગીતાબેન મોરણીયા, પઢીયારબેન, કમળાબેન હાંસોરી, જયોતિબેન પટેલ, મનસુખલાલ ઘોડાસરા, શૈલેષભાઇ પ્રજાપતિ, રૂચિતાબેન પરાત્વે, અંજનાબેન દાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશભાઇ કાગડા અને ચીમનભાઇ ગામીએ કરેલ. અંતમાં આભારવિધિ દિનેશભાઇ વેગડે કરેલ. તેમ રાજકોટ જિલ્લા ભાજપ મીડીયા ઇન્ચાર્જ અરૂણભાઇ નિર્મળની યાદીમાં જણાવાયુ છે.

(3:43 pm IST)