Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ સખીયા સહિત ૯ સામે ઠગાઇની પોલીસને અરજી

વકીલ દ્વારા પોલીસ કમિશ્નરને અરજી લોનપેટે વાયદા મુજબ રકમ પરત ન મળ્યાની ફરીયાદ

રાજકોટ તા.૨: રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા સહિત ૯ સામે રૂ. ૧.૨૯ કરોડની ઠગાઇની અરજી વકીલ સિદ્ધાર્થ કામદાર દ્વારા કરવામાં આવી છે.

એડવોકેટ સિદ્ધાર્થ કામદારે અરજીમાં જણાવ્યું છે કે ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, તેમના પુત્ર જીતુભાઇ સખીયા, બિપીનભાઇ સાવલીયા, અશોકભાઇ ડોબરીયા, વિનોદભાઇ શેખલીયા, વિજયભાઇ ડોબરીયા, સંજયભાઇ ટીબડીયાં, વલ્લભભાઇ શેખલીયા, મનીષા ડોબરીયા જે તમામ જે વિધા પ્રસારણના ટ્રસ્ટી છે સન ૨૦૧૭માં સ્કૂલ-કોલેજ સંચાલન માટે રૂ. ૧.૩૦ કરોડની જરૂરીયાત હોય પ્રવેશ થયા બાદ લોન પરત કરવાની વાત કરી હતી.

ફરિયાદી વકીલ સિદ્ધાર્થ કામદાર અને તેના પરિવારજનોએ કટકે કટકે તેઓના પર્સનલ ખાતામાંથી રૂ. ૧,૨૯,૬૦,૦૦૦બેન્ક દ્વારા ટ્રસ્ટના ખાતામાં ફેરવેલ જે રકમ ટ્રસ્ટીઓએ જુનમાં ચુકવેલ નથી. ટ્રસ્ટીઓએ હાથ ઉંચા કરી નાખેલ અને એક પણ રૂપિયો પરત ચુકવેલ નહી. સ્કૂલ પણ બંધ કરી નાખેલ. ફરિયાદી સિદ્ધાર્થ કામદારે તેની અને તેના પરિવારજનો સાથે વિશ્વાસઘાત માટે આઇપીસી કલમ ૧૨૦(બી) ૪૧૬, ૪૨૦ મુજબ પોલીસ કમિશ્નરને ફરિયાદ કરેલછે.

(3:40 pm IST)