Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

કનૈયાનંદ રાસોત્સવઃ બાળ ખેલૈયાઓને રાસે રમતા જોવા એક લ્હાવો

રાજકોટઃ સરગમ ચિલ્ડ્રન કલબ આયોજિત કનૈયાનંદ રાસોત્વમાં ખેલૈયાઓએ જમાવટ થઈ રહી છે. ટાગોર રોડ ઉપર નાગર બોર્ડિંગના ગ્રાઉન્ડમાં ચાલી રહેલા  આ રાસોત્સવ નિહાળવા માટે ઉષાબેન રામાણી, શિવલાલભાઈ રામાણી, મીનાબેન ઠાકર, ગીતાબેન હિરાણી, મનસુખભાઈ ધંધુકિયા, ઘનશ્યામભાઈ પરસાણા, દીપકભાઈ શાહ, અલ્કાબેન કામદાર, જયશ્રીબેન રાવલ, છાયાબેન દવે વગેરે ઉપસ્થિત રહેલ. મનસુખભાઈ ત્રિવેદી પ્રસ્તુત ઓરકેસ્ટ્રા ધૂમ મચાવી રહેલ છે. આજે બુધવારે ખેલૈયાઓને રાસે રમતા જોવા માટે મ્યુનિસિપાલ કમિશનર ઉદિત અગ્રવાલ ઉપરાંત દેવાંગભાઈ માકડ, નીદતભાઈ બારોટ, વિજયભાઈ દાવડા, વિનયભાઈ પટેલ, અશ્વિનભાઈ આદ્રોજા, સવજીભાઈ પરસાણા, ભરતભાઈ ગાજીપરા, દિનેશભાઈ વિરાણી અને સંજયભાઈ હિરાણી સહિતના ઉપસ્થિત રહેશે.

આ નવરાત્રી દરમિયાન દરરોજ ૪૦થી વધુ ઈનામ આપવામાં આવી રહ્યા છે. ઈનામ માટે બાન લેબ્સ કંપનીના મૌલેશભાઈ ઉકાણી, એટ્રેકશન હેર સલૂન એન્ડ એકેડેમીના ભરતભાઈ ગલોતીયા તરફથી ગીફટ વાઉચર, ઓપ્સન શો- રૂમના શીલાબેન ચાંદરાણી, એન્જલ પંપના કિરીટભાઈ આદ્રોજા, વડાલીયા ગ્રુપના રાજનભાઈ વડાલીયા તરફથી નાસ્તો, ૭૭- રાધે ગ્રુપના શૈલેશભાઈ માંકડિયા તરફથી મસાલા કીટ અને ધીરેન્દ્ર એન્ડ કંપનીના ધીરેનભાઈ લોટીયા તરફથી સહયોગ મળેલ છે.

આ રાસોત્સવને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, કનૈયાલાલ ગજેરા, અનવરભાઈ ઠેબા, નિખીલભાઈ ભટ્ટ, કિરીટભાઈ આડેસરા, ધીરૂભાઈ હિરાણી, હરેશભાઈ શાહ, આશાબેન ભુછડા, જયોતિબેન પીઠડીયા, સુધાબેન દોશી, જયશ્રીબેન મહેતા, વૈશાલીબેન શાહ, શૈલેશભાઈ શેઠ, નરેન્દ્રભાઈ આડેસરા, રાખીલભાઈ વાછાણી, જેન્ટસ અને લેડીઝ કલબના ૫૦ જેટલા કમિટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:01 pm IST)