Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ઘોર અંધારી રે... હા હારે ઘડુલીયો... ચાચર ચોકમાં માતાજીની આરાધના કરતી બાળાઓ

રાજકોટ : ધોળકીયા સ્કુલ્સ પ્રાચીન નવરાત્રી મહોત્સવમાં ત્રીજા દિવસે અતિથિ વિશેષ વલસાડ શહેરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ શ્રી પ્રફુલભાઈ ગોકાણી તથા રાજકોટ શહેરના ડીસીપી શ્રી મનોહરસિંહ જાડેજા સહપરિવાર તથા ડાયેટના ડે.ડાયરેકટરશ્રી ડો.ચેતનાબેન વ્યાસ ઉપસ્થિત રહી મા જગદંબાની આરાધના કરી હતી. અવનવી પ્રોપર્ટીઝ ઉપયોગ કરી જગદંબા સ્વરૂપે દિકરીઓ દ્વારા અદ્દભૂત ઘંટારવ, દુહા છંદ, સ્પેશિયલ રાસ, ઘોર અંધારી રે, હા હારે ધડુલીયો, દૂધ રે ભરી તલાવરી જેવા રાસ ગરબાઓની રમઝટ જામી હતી. ચાચર ચોકમાં ભાવિકો અવનવા પ્રાચીન ગરબાનો લાભ લઈ રહ્યા છે.

(4:01 pm IST)