Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

રઘુવંશી પરિવાર રાસોત્સવમાં રાત પડે ને સૂરજ ઉગે છે

રાજકોટ : સેલીબ્રેશન પાર્ટી પ્લોટ કાલાવડ રોડ ખાતે રઘુવંશી પરિવાર રાસોત્સવમાં રાત પડીને સૂરજ ઉગ્યો હતો. મેડ મ્યુઝીકના સથવારે રઘુવંશી ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. નવરાત્રીમાં પ્રાચીન - અર્વાચીન ગરબામાં નવા - નવા સ્ટેપ્સ પર રઘુવંશી ખેલૈયાઓએ વેલડ્રેસ પહેરી ધૂમ મચાવી હતી. ફોર સ્ટેપ, સિકસ સ્ટેપ, થ્રી સ્ટેપ, સનેડો અને વેસ્ટર્ન સ્ટાઈલ સહિતના સ્ટેપ્સ સાથે યુવા હૈયુ મન મૂકીને થીરકયુ હતું. રઘુવંશી પરિવાર રાસોત્સવમાં ભરત મહેતાનું મેડ મ્યુઝીક ઉપરાંત ગાયક કાસમ બાગડવા, ભૂમિ ગાંઠાની, વર્ષા મેણીયા, તેમજ લાઈવ જોકી રઘુ ત્રિવેદી તેમજ લવલી ઠક્કર સુમધુર સ્વર સથવારે ખેલૈયાઓને થિરકાવ્યા હતા.   આ રાસોત્સવને સફળ બનાવવા માટે પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, રાજુભાઈ શૈલેષભાઈ પાબારી, રાકેશભાઈ પોપટ, કૌશિકભાઈ માનસાતા, પ્રકાશભાઈ સોમૈયા, ધર્મેશ વસંત, બલરામભાઈ કારીયા, હરદેવભાઈ માણેક, જતીનભાઈ દક્ષીણી, અશ્વિનભાઈ જોબનપુત્રા, કલ્પેશભાઈ તન્ના, જતીન પાબારી, અમિત ગઢીયા, મોહિતભાઈ નથવાણી, વિપુલ કારીયા, મેહુલ નથવાણી, વિજય પોપટ, ધવલ પાબારી, વિજય મહેતા, રાજ બગડાઈ, રસેસ કારીયા, યશ અજાબિયા, વિપુલ મણિયાર, ડો.હાર્દિપ રૂપારેલ, હિરેન કારીયા, કીર્તિ શીંગાળા, હિતેશ શીંગાળા, મનોજ ચતવાણી, મયુર અનડકટ, પ્રકાશ ગણાત્રા, દીપ વિઠલાણી તથા મહિલા સમિતિના શીતલબેન બુધ્ધદેવ, શિલ્પાબેન પૂજારા, તરૂબેન ચંદારાણા તેમજ કમિટી સભ્યો રાજ વિઠલાણી, કુંજેશ વિઠલાણી, અશોક મીરાણી, કલ્પેશ બગડાઈ, શ્યામલ વિઠલાણી, યશ ચોલેરા, કિશાન વિઠલાણી, કૃણાલ ચોલેરા, કેજશ વિઠલાણી, જલ્પેશ દક્ષેણી, પાર્થ જોબનપુત્રા, દર્શન કક્કડ મહેક માનસાતા, કેવલ વસંત, રવિ માણેક, રોનક સેજપાલ, પાર્થ કોટક, હિમાંશુ કારીયા, હેમાંગ તન્ના, મહેશ કક્કડ, મહેન્દ્ર જીવરાણી, કાનાભાઈ સોનછાત્રા, નિલેશ જોબનપુત્રા અને ધનેશ જીવરાજાની સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:59 pm IST)