Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

મવડીના કે.ડી. પાર્કમાં આર્થિક ભીંસથી કંટાળી મનસુખભાઇ દેસાઇનો આપઘાત

પટેલ પ્રૌઢે બીજા માળે લોખંડની સીડીમાં સાડી બાંધી ફાંસો ખાઇ લીધો

રાજકોટ તા. ર : મવડીના કે.ડી.પાર્કમાં રહેતા પટેલ પ્રૌઢે આર્થિક ભીંસથી કંટાળી બીજા માળે લોખંડની સીડીમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ  આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ મવડીમાં આવેલા કે.ડી.પાર્કમાં રહેતા મનસુખભાઇ હીરજીભાઇ દેસાઇ (ઉ.પ૮) એ પોતાના ઘરે બીજા માળે લોખંડની સીડીમાં સાડી બાંધી ગળા ફાંસો ખાઇ લીધો હતો. પુત્રવધુ ઉપર આવતા સસરા મનસુખભાઇને લટકતી હાલમાં જોઇ દેકારો બોલાવતા પરીવારજનો એકઠા થઇ ગયા હતા. અને જાણ કરતા ૧૦૮ ના તબીબે તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી બાદ તાલુકા પોલીસ મથકના એએસઆઇ અજીતસિંહ અને રાઇટર રીતેષભાઇ પટેલે તપાસ આદરી હતી, મૃતક મજુરી કામ કરતા હતા તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે આર્થિક ભીંસથી કંટાળી તેણે આ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

(3:54 pm IST)