Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ભાવિ પેઢીને રક્ષિત કરવા આમ નાગરિકોએ જાગૃત થવું જરૂરી

દેશમાં પ્લાસ્ટીક પર પ્રતિબંધ પર્યાવરણ-લોકોના આરોગ્યની રક્ષા માટે આવશ્યક છે : યુવાનો-મહિલાઓ-વેપારીઓ ઉદ્યોગપતિઓના થોડા સહયોગથી પણ આ ઝુબેશને ૧૦૦ ટકા સફળ બનાવી શકાય : દરેક વિસ્તારના અનાજ કરીયાણા -પ્રોવીઝન સ્ટોર, કટલેરી, ડેમ ફાર્મના માલિકોએ સામુહિક રીતેજ પ્રતિબંધીત પ્લાસ્ટીક ન રાખી ગ્રાહકોને જાગૃત કરવા નિર્ણય લેવો જોઇએ

રાજકોટ, તા. ર :  રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજી ૧પ૦ મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે રજી ઓકટોબરથી દેશમાં સીંગલ યુઝડ પ્લાસ્ટીકના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકયો છે અને ેનો કડક પણ અમલ કરવાની પણ જાહેરાત કરાઇ છે. અને આ ઝુંબેશને સફળ બનાવવા સરકાર પક્ષે અનેક પ્રકારના પગલા લેવામાં આવનાર છે.

આ ઝુંબેશ દેશ અને દેશના લોકોના આરોગ્યના રક્ષણની સાથોસાથ પર્યાવરણ બચાવવા માટે પણ આવશ્યક હતી જ વાતારવણમાં પ્રદુષણની માત્રા ખુબ જ વધી ગયેલ છે ત્યારે હવે સરકાર જાગૃત થઇ છે અને પ્લાસ્ટીક પર પ્રતિબંધ મુકયો છે ત્યારે સરકારના આ મેગા અભિયાનમાં લોકો સ્વયંભુ સહકાર સહયોગ આયોગ દેશમાં સીંગલ યુઝડ પ્લાસ્ટીકના વપરાશ પર મહદઅંશે નિયંત્રણ આવી શકે પણ જરૂર છે. માત્ર લોક જાગૃતિની લોકોના સ્વયં શિસ્તની.

સરકારની આ પ્લાસ્ટીક પર પ્રતિબંધના ઝુંબેશમાં સહયોગ આપવો સ્વયં લોકોએ પ્લાસ્ટીકના વપરાશને ટાળવો અથવા વપરાશ ઘટાડવાનું નકકી કરે એટલે સરકારનું આ અભિયાન ૧૦૦ ટકા સફળ થશે.

આ ઝુંબેશ આમ નાગરિકો વ્યાપારીઓ ઉદ્યોગપતિઓ સરકારી કચેરીઓ દરેક લોકો ઓછા વતા પ્રમાણમાં સહયોગ આપી શકે. કોણ કેવી રીતે સરકારની પ્લાસ્ટીક પ્રતિબંધની ઝુંબશમાં સહકાર આપી શકે તેનું વિવરણ અત્રે કરવામાં આવેલ છે.

(૧) આમ નાગરિકોમાં યુવાનો મહિલાઓ સિનિયર સીટીઝનો બજારમાંથી ખરીદી વખતે સાથે કાપડની થેલી રાખવાની ટેવ પાડે. સ્કુટર ચાલકોએ ડેરીમાં થેલી રાખવી જ જોઇએ.

(ર) આમ નાગરિકો જે વિસ્તારમાં રહેતા હોય ત્યાંથી ડેરી ફાર્મમાંથી દૂધ-દહીં છાશ કે કોઇ પ્રવાહી (રબડી) જેવી મીઠાઇ લેવા જાય તો મીલ્કત બરણી જેવા વાસણ લઇને જવાની ટેવ પાડવી જોઇએ. વર્ષો પહેલા લોકો દૂધ અથવા છાસ લેવા માટે (સ્ટીલની બરણી) મીલ્કનનો જ ઉપયોગ કરતા હતા.

(૩) ડેરી ફાર્મના વેપારીઓએ પણ પોતાની ડેરીની નજીકની સોસાયટીમાં રહેતા લોકોને દૂર-દહિ કે અન્ય વસ્તુ લેવા માટે વાસણ લઇને જ આવવા સુચન કરવું જોઇએ. અને ડેરી ફાર્મ સંચાલકોએ કોથળીમાં ભરીને દૂધ-દહીનું વેચાણ સંપૂર્ણ બંધ કરવું જોઇએ.

(૪) આવી જ રીતે અનાજ, કરીયાણ, ફરસાણાના વેપારીઓએ ગ્રાહકોને ઝબલામાં વસ્તુ આપવાની પ્રથાબંધ કરી અમુક વસ્તુ કાગળની કોથળીમાં આપવા અથવા કાગળમાં વસ્તુ મુકી (જુના જમાના મુજબ) પડીકા વાળીને વસ્તુ વહેંચવી જોઇએ.

(પ) કરીયાણા દુકાનેથી ૪ થી પ પ્રકારની વસ્તુ ખરીદનારને મોટા ઝબલામાં વસ્તુ આપવી જોઇએ નહિ તે ફરજીયાત કાપડની થેલીનો જ આગ્રહ ગ્રાહકમાં રાખવો જોઇએ અથવા વેપારી પોતે પણ ગ્રાહકની સુવિધા માટે કાપડની થેલી વેચાણ માટે પણ રાખી શકે.

(૬) દુકાન ઓફિસ કે કારખાના માટે સ્ટાફ કે ગ્રાહકો માટે જો બહારથી મંગાવતા હોય તો પોતાની દુકાન ઓફિસ કે કારખાનામાં જ ઘેર વપરાતા ચાના કાચના કપનો જ ઉપયોગ કરવો જોઇએ.

(૭) ચાની હોટલના માલીકોએ અગાઉની જેમ આ કાચના કપ (ગ્લાસ) અથવા સ્ટીલની નાની પ્યાલીમાં જ આપવી જોઇએ તેમને ચાના કપ સદંતર બંધ કરવા જોઇએ.

(૮) છુટક મેડીકલ સ્ટોરના સંચાલકોએ પાંચ-સાત જાતની દવા લેનાર ગ્રાહકો માટે પોતાની જ દુકાનની જાહેરાત વાળી કાગળની સફેદ કલરની કોથળી છપાવી ગ્રાહકોને પ્લાસ્ટીક ઝબળાને બદલે આવી કોથળીમાં દવા આપવી જોઇએ.

(૯) શાક-ફૂટ વેચતા રેકડીવાળા અથવા દુકાનદારોએ પણ ગ્રાહકોને પ્લાસ્ટીક ઝબલામાં ફૂટ આપવાને બદલે જો એક કિલો કે તેથી વધારે ફૂટ હોય તો રૂ. પ અથવા રૂ. ૧૦ની કિંમતની કાપડની કાપડની થેલી રાખી થેલીમાં જ ફૂટ આપવું જોઇએ. ૬૦ થી ૧૦૦ રૂ. સુધીનું ફ્રૂટ લેનાર ગ્રાહકને પોતાની સગવડ સરળતાથી હોય તો કાપડની થેલીના રૂ. પ-૧૦ દેવામાં વાંધો ન હોય શકે.

(૧ ૦) મોટા ફ્રૂટના વેપારી કરીયાણાના વેપારી શાક બકાલાના વેપારી પોતાની દુકાનની જાહેરાત વાળી થેલી છપાવીને પોતાનો બીઝેનેસ પણ વધારી શકે.

જયુસ-શેઇક આઇસ્ક્રીમ પાર્લરોએ શેઇક કે આઇસ્કીમ માટે પ્લાસ્ટીકની સ્ટ્રો અને ચમચીનો ઉપયોગ ટાળવો જોઇએ પ્લાસ્ટકી સ્ટ્રો સદંતર બંધ કરી અગાઉની જેમ પ્લાસ્ટીકને બદલે સ્ટીલની ચમચીનો ઉપયોગ કરવો જોઇએ. તો દરરોજ સૌરાષ્ટ્રભરમાં હજારો સ્ટ્રો અને ચમચીઓ દ્વારા થતું પ્રદુષણ અટકાવી શકાશે.

જરૂર પડયે દરેક વિસ્તારના વેપારીઓ એ જ સામુહિક રીતે નિર્ણય લઇને પ્લાસ્ટીકના ઝબલા, થેલી, કોથળી જે પ્રતિબંધીત હોય તેનો ઉપયોગ નહિ કરવાનો  નિર્ણય લેવો જોઇએ.

સંકલન : કિશોર કારીયા

મો. ૯૮રપ૮ ૩૦૪૯૯
 

(3:53 pm IST)