Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

દિગ્વિજય સિમેન્ટનો ૭૫માં વર્ષમાં પ્રવેશઃ કંપની દ્વારા ''સિમેન્ટ કા સરદાર'' નવી બ્રાન્ડ લોન્ચ

સરદાર જેવી લોખંડી તાકાતઃ મજબુતીની ગેરન્ટીઃ શ્રેષ્ઠ પ્રોડકટ :રાજકોટમાં ગૌરવભેર લોન્ચીંગ પ્રસંગે પત્રકાર પરિષદને સંબોધતા કંપનીના સીઇઓ-માર્કેટીંગ હેડ-રીજીયોનલ હેડ

રાજકોટ તા.૨: દિગ્વિજય સિમેન્ટ કંપનીનો ૭૫માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે આ પ્રસંગે કંપનીએ પોતાની સિમેન્ટની નવી બ્રાન્ડ ''સિમેન્ટ કા સરદાર''નું લોન્ચીંગ કર્યુ છે.

આ લોન્ચીંગ પ્રસંગે કંપનીના સીઇઓ રાજીવજી નાંબીયાર, માર્કેટીંગ હેડ પીઆર સિંઘ અને રીજીયોનલ હેડ સ્હેલજી રાવલે પત્રકારોને જણાવ્યુ હતું કે, ગુજરાતના બાંધકામ ક્ષેત્રમાં અને રાજયના નિર્માણમાં કમળ સિમેન્ટનો સિંહફાળો રહ્યો છે ત્યારે સચોટ પરખના ફળ સ્વરૂપે, કેમ્પનીએ એક એવા સ્પેશ્યલ સિમેન્ટનું નિર્માણ કર્યુ છે જે સરદાર જેવી ફૌલાદી શકિત ધરાવે છે. મજબૂતીની ગારંટી આપે છે અને તિરાડ મુકત બાંધકામ માટે સર્વશ્રેષ્ઠ છે. આ પ્રોડકટ માર્કેટમાં લોન્ચ કરીને બ્રાન્ડ કમળ સિમેન્ટ વધુ મજબૂત અને વ્યાપક થશે. તોહ આપ સૌ સમક્ષ, સૌથી પહેલી વાર, પ્રસ્તુત છે આ નવો સિમેન્ટ, જેનું નામ છે. ''સિમેન્ટનો સરદાર આ કમળ સિમેન્ટની નવી પ્રોડકટને બજારમાં લાવનાર છે શ્રી દિગ્વિજય સિમેન્ટ કંપનીના મેનેજિંગ ડાઇરેકટર-શ્રી રાજીવ નામ્બિયાર અને તેમનો સાથ આપી રહ્યા છે. માર્કેટિંગ હેડ શ્રી પી.આર.સિંહ કમળ સિમેન્ટને નવી ઊંચાઇ પાર લઇ જવા શ્રી રાજીવ નામ્બિયાર એ છેલ્લા ૪ વર્ષોમાં ઘણા સકારાત્મક પગલાં લીધા છે જેમાનું આ એક પગલુ છે

''સિમેન્ટનો સરદાર'' તિરાડ-મુકત બાંધકામ માટેનો એક સ્પેશ્યલ સિમેન્ટ છે. આ સિમેન્ટ આવે છે પોતાની ૬ વિશિષ્ટતાઓ સાથે જે આ પ્રકારે છે.  (૧)ઝડપી તાકાત, (૨)ત્વરિત સેટિંગ ટાઇમ (૩)અનેરી ચિકાસ (૪)કેમિકલ પ્રતિરોધકતા (૫)વર્ષોની સલામતી (૬)ઇકો-ફ્રેન્ડલી ગ્રીન સિમેન્ટ,  આમ આ ૬ વિશિષ્ટતાઓ ''સિમેન્ટનો સરદાર''ને ખરા અર્થમાં આપે છે સરદારની અખંડ શકિત અને તમારા બાંધકામને આંપે છે વર્ષોની સલામતી તેમ તેમણે ઉમેર્યુ હતું.

ફૂલી કમ્પ્યુટરાઇઝડ સ્ટેટ-ઓફ-આર્ટ ઉત્પાદન, વિશાળ નેટવર્ક, અને શ્રેષ્ઠ કવાલિટીને કારણે કમળ સિમેન્ટ પાસે આત્મવિશ્વાસ અને આશાવાદના પૂરતા કારણો છે. કમળ સિમેન્ટ એક ઉજવળ ભવિષ્ય તરફ જઇ રહ્યું છે. અને ''સિમેન્ટનો સરદાર''તે દિશામાં મોટામાં મોટુ શસ્ત્ર સાબિત થશે. તેમ અંતમાં તેમણે કહ્યું હતું.

(3:48 pm IST)