Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

રાજકોટ-નાગપુર તથા હાપા સાંત્રાગાચી વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે

રાજકોટઃ આગામી તહેવારો ઉપર યાત્રાળુઓના ધસારાને પહોંચી વળવા વધારાની ટ્રેનો દોડાવવા ઉભી થયેલી માંગને નજર સમક્ષ રાખી રાજકોટ રેલ્વે દ્વારા રાજકોટ-નાગપુર તથા હાપા-સાંત્રાગાચી માટે ખાસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેન નં. ૦૧ર૦૮/૦૧૨૦૭ રાજકોટ-નાગપુર સુપર ફાસ્ટ ટ્રેન ખાસ ભાડા સાથે ૬ વધારાની ટ્રીપો કરશે. રાજકોટ-નાગપુર વિશેષ ટ્રેન વધારાના ભાડા સાથે દરેક મંગળવારે રાજકોટથી રાત્રે ૧૦.૦૦ વાગ્યે  ઉપડશે અને બીજા દિવસે નાગપુર રાત્રે ૧૦.૧પ વાગ્યે પહોંચશે. આ ટ્રેન રર ઓકટોબરથી પ નવેમ્બર ર૦૧૯ સુધી ચલાવવામાં આવશે. ટ્રેનની વળતી ટ્રીપ નાગપુર-રાજકોટ વધારાના ભાડા સાથે સોમવારે નાગપુરથી સાંજે ૭.પ૦ કલાકે ઉપડી બીજા દિવસે બપોરે ૪.૩૦ વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન ર૧ ઓકટોબરથી ૪ નવેમ્બર સુધી દોડાવાશે. આ ટ્રેનોમાં એસી ટુટાયર, થ્રી ટાયર, સ્લીપર, સેકન્ડ કલાસ અને જનરલ કલાસના ડબ્બાઓ હશે. આ ટ્રેન બંન્ને  દીશામાં સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવડ, આંકોલા, બડનેરા અને વર્ધા સ્ટેશનો ઉપર થોભશે.

હાપા-સાંત્રાગાચી

ટ્રેન નં. ૦ર૮૩૩/­૦ર૮૩૪ હાપા-સાંત્રાગાચી સુપરફાસ્ટ વિશેષ ટ્રેનને ખાસ ભાડા સાથે પ ટ્રીપો વધારાની દોડાવાશે. ટ્રેન નં. ૦ર૮૩૩ હાપા-સાંત્રાગાચી સુપરફાસ્ટ ખાસ ભાડા સાથે હાપાથી સોમવારે સવારે ૧૦.૪૦ વાગ્યે ઉપડી રાજકોટ બપોરે ૧ર.૩૦ વાગ્યે પહોંચશે અને બુધવારે આ ટ્રેન વ્હેલી સવારે પ.૪પ વાગ્યે સાંત્રાગાચી પહોંચશે.  આ ટ્રેન ૭ ઓકટોબર, ૧૪ ઓકટોબર, ૪ નવેમ્બરના દોડાવવામાં આવશે.

આવી જ રીતે વળતી ટ્રીપ ટ્રેન નં. ૦ર૮૩૪ સાંત્રાગાચી-હાપા ખાસ ટ્રેન સાંત્રાગાંચીથી શુક્રવારે રાત્રે ૯.૦પ વાગ્યે ઉપડી રાજકોટ રવિવારે બપોરે ર.૪૦ વાગ્યે અને સાંજે ૪.૩પ વાગ્યે હાપા પહોંચશે. આ ટ્રેન ૧૮ અને રપ ઓકટોબરે દોડાવાશે. ટ્રેનમાં એસી થ્રી ટાયર અને સ્લીપર કોચ હશે. બંન્ને તરફે રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડીયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવળ, મલ્કાપુર, અકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંદીયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટાનગર તથા ખડગપુર સ્ટેશનો ઉપર થોભશે.

(3:48 pm IST)