Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

૧પ દિ'માં સામાન્ય સભા બોલાવી લેવી જરૂરી, દરખાસ્ત માટે ૧૮ સભ્યો જ પુરતા

પ્રક્રિયા શરૂ કરવા માટે નહિ, પૂરી કરવા માટે અઠવાડિયાનો સમય

રાજકોટ તા. ર :. જિલ્લા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મૂકાયા પછી ૧પ દિવસમાં સામાન્ય સભાનો એજન્ડા બહાર પાડવો પડે કે સભા જ બોલાવી લેવી પડે ? તે બાબતે એકથી વધુ મત પ્રવર્તે છે. પંચાયતના વહીવટી વર્તુળો એવો નિર્દેષ આપે છે કે હાઇકોર્ટના થોડા સમય પહેલાના એક ચૂકાદાને માર્ગદર્શક માનવામાં આવે તો એજન્ડા બહાર પાડીને સામાન્ય સભામાં અવિશ્વાસ દરખાસ્તનો નિર્ણય કરાવવા સહિતની સમગ્ર પ્રક્રિયા દરખાસ્ત મળ્યા પછીના ૧પ દિવસમાં પુરી કરી લેવી જરૂરી છે. દરખાસ્ત રજુ કરવા માટે ચૂંટાયેલા સભ્યો પૈકી ઓછામાં ઓછા અડધા એટલે કે ૧૮ સભ્યોની જ સહીની જરૂર હોય છે. શાસક જુથના દાવા મુજબ સહીની સામે જેના નામ દર્શાવ્યા છે. તે પૈકીના ૬ સભ્યો અવિશ્વાસ દરખાસ્ત સાથે સહમત ન થાય તો પણ દરખાસ્ત રજુ કરવામાં કોઇ અવરોધ નથી. ૬ થી વધુ સભ્યો ખડે તો અવિશ્વાસ દરખાસ્તની કાયદેસરતા સામે પ્રશ્નાર્થ થઇ શકે. દરખાસ્ત પસાર કરાવવા માટે ઓછામં ઓછા ર૪ સભ્યોનું ખૂલ્લુ  સમર્થન જરૂરી છે.

અવિશ્વાસ દરખાસ્ત પસાર થઇ જાય તો ત્યાર પછી નવા પ્રમુખ, ઉપ્રમુખની વરણી (ચૂંટણી) સુધી ચૂંટાયેલી પાંખ સ્થગીત રહે તેવો મત પ્રવર્તે છે.

(3:47 pm IST)