Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ઓરિસ્સાની બેંકના સંચાલકો રાજકોટ જિલ્લા સહકારી બેંકની મુલાકાતે

રાજકોટઃ શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો.ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજર શ્રી વી.એમ.સખીયા જણાવે છે કે પૂર્વ સાંસદશ્રી પોરબંદર તથા પૂર્વ વાઇસ ચેરમેન ઇફકો, શ્રી વિઠલભાઇ રાદડિયાના સુદ્રઢ વહિવટથી શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે બેંકના ચેરમેન તરીકે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી માન.શ્રી જયેશભાઇ રાદડિયાના કુશળ વહીવટના કારણે નાબોર્ડે પાયોનીયર બેંક તરીકે બિરદાવતા બેંકના મોડેલ વહીવટથી પ્રભાવિત થઇ દેશની તમામ સહકારી બેંકના સંચાલકોની રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ.બેંકની એકસપોઝર વિઝીટ ગોઠવી આ બેંકની થાપણ, ધિરાણ, વસુલાત તથા ખેડુતો માટેની વિવિધ કન્યાણકારી યોજનાઓનો અભ્યાસ કરી અન્ય બેંકો પણ તેનું અનુકરણ કરી ગ્રામ્ય વિસ્તારના લોકો તથા ખેડૂતોના વિકાસ લક્ષી પ્રવૃતિ કરે તેવા નાબાર્ડના અભિગમના ભાગ રૂપે ઓરિસ્સા રાજયની બૌધ કો-ઓપરેટીવ સેન્ટ્રલ બેંક લી.નું બોર્ડ ઓફ ડિરેકટર્સ બેંકના પ્રેસીડેન્ટશ્રી સત્ય નારાયણ પ્રધાન, ડિરેકટરશ્રી સેશા કુમાર મહેર તથા શ્રી બાલકુકુંડા મહેરાના પ્રતિનિધિત્વ હેઠળની બેંકની મુલાકાત લઇ બેંકની વિવિધ પ્રવૃતિઓનો અભ્યાસ કરેલ હતો. ઓરિસ્સા રાજયની બૌધ કો-ઓપરેટીવ સેન્ટ્રલ બેંક લી.ના બોર્ડ ઓફ ડિરેકટર્સના સભ્યેએ આ બેંકની ઉપરોકત બેનમુન કામગીરી, બેંકની મુખ્ય કચેરીમાં ૨૪ કલાક ૩૬૫ દિવસ લોકર ઓપરેટીંગ સુવિધા તેમજ રાત્રીના ૧૦ વાગ્યા સુધી દાગીના ધિરાણ સુવિધાની વ્યવસ્થા જોઇ ખુબ જ પ્રભાવિત થયેલ અને આ બેંકના ચેરમેન શ્રી જયેશભાઇ રાદડિયા, બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા બેંકના મેનેજમેન્ટને ધન્યવાદ આપેલ. બેંકની મુખ્ય કચેરીની મુલાકાત બાદ બેંકની કુવાડવા શાખા તથા બેંક સાથે જોડાયેલ શ્રી કુવાડવા જુથ સેવા સહકારી મંડળી લી.ની મુલાકાત લીધી હતી.

(3:42 pm IST)