Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

વડાપ્રધાનની જન્મભૂમિ એવા વડનગરની રંગભૂમિ પર રાજકોટના ૪૫ કલાકારોએ પ્રસ્તુત કર્યું 'સરદારથી વિશ્વ સરદાર' મહાનાટક

રંગ બહારના નેજા હેઠળ રાજેન્દ્ર ભગત દિગ્દર્શીત નાટકનો પ્રથમ પ્રયોગ

રાજકોટઃ સરદારથી વિશ્વ સરદાર' શીર્ષક હેઠળ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને તેમની જન્મભુમિ વડનગર ખાતે અમદાવાદની આંતરરાષ્ટ્રીય કલા સંસ્થાં 'રંગ બહાર' ના નેજા હેઠળ રાજકોટના વરિષ્ઠ નાટ્ય કલાકારોની મુખ્ય ભુમિકા સાથે કુલ ૪૫ જેટલા કલાકારોએ બારડોલી સત્યાગ્રહ  આધારિત મહાનાટક  વડનગરના ઓપન થિયેટરમાં પ્રસ્તુત કર્યું હતુ.

સરદાર પટેલના જીવન કવનનો અને વલ્લભભાઈ પટેલના બારડોલી સત્યાગ્રહ વિષે આધારભૂત અને રસપ્રદ માહિતી મેળવી સંશોધન કરનાર વરિષ્ઠ લેખક રાજેન્દ્ર ભગત લિખીત આ નાટકનું દિગ્દર્શન રાજેન્દ્ર ભગતે કર્યું છે, રાજકોટના વરિષ્ઠ અભિનેતા ભરત ત્રવેદી તેમના સહયોગી બનવાની સાથે મીસ્ટર રૂની ભૂમિકા પણ ભજવી હતી.

 ૧૯૫૬માં સ્થાપવામાં આવેલી રંગ બહાર આંતરરાષ્ટ્રીય સાસ્કૃતિક સસ્થા છે, સંગીત, નાટક, બાળનાટકો જેવી પ્રવૃતિમાં ૧૯૫૬થી કાર્યરત છે, ગુજરાત  અને કેન્દ્ર  સરકારની ભારતીય સાંસ્કૃતિક સંબધ પરિષદ નવી દિલ્હીની માન્યતા ધરાવે છે. દેશ અને વિદેશમાં સંગીત, નાટક, અને ગુજરાતના લોકનૃત્યોને ગુજતા કર્યા છે. રંગબહાર સંસ્થાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇએ કરેલો સંકલ્પ  પણ વડનગરમાં રાજકોટના  કલાકારો  અરવિંદ રાવલ, ચેતના દોશી, હર્ષિત ઢેબર, કૌશિક રાવલ, મહેશ કોટેચા, પ્રદીપ નિર્મળ , પરેશ વિરાણી, હેતલ રાવલ, વેશાલી મારૂ, ગૌતમ દવે, કૈરવ ભાર્ગવ, ઉમેશ રાવ, જીતેન્દ્ર સોની, પ્રદીપ નિર્મળ, વિગેરેએ સાકાર કર્યો હતો . નાટકમાં મુખ્ય પાત્ર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલનીં ભુમિકા લેખક, પત્રકાર અને અભિનેતા કિશોર ડોડિયાએ નીભાવી હતી. સમગ્ર નાટક દરમિયાન લાઈટીંગ દ્રારા એક એક દશ્યોને ચેતન ટાંકે જીવંત કર્યા હતા , સંગીત સંચાલન ગુલામહુસેન આગવાને અને મેકઅપ દિલીપ પાડલિયા તથા હિમાંશુ પાડલિયાએ કર્યા હતા.અમદાવાદનું સરદાર પટેલનું નિવાસસ્થાન, પુનાના ગવર્નરની ઓફીસ , સુરત કલેકટરની ઓફીસ તેમજ બારડોલીનો સ્વરાજ આશ્રમ પ્રતીકાત્મક રૂપે આર્ટ ડીરેકટર કેયુર અંજારિયાના માર્ગદર્શન હેઠળ પ્રતીક વસાવડા, તુષાર પોટા, મોહીત કથરેચા વિગેરેએ ખડા કર્યા હતા.અગામીં ટુંક સમયમાં રાજકોટમાં પણ જાણીતી સંસ્થાઓ અને રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડાયેલા અગ્રણીઓ દ્વારા આ મહાનાટકનું મંચન કરાશે.

(3:41 pm IST)