Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત, ગગન કેરે ગોખ આવી નોરતાની રાતઃ પવનપુત્ર ગરબીમાં પ્રાચીન રાસ-ગરબાની રમઝટ

નવરાત્રીમાં દરરોજ રાસ-ગરબાની રમઝટ જામે છે ત્યારે છેલ્લા ૩૦ વર્ષથી ૧, સોરઠીયાવાડી બગીચા પાસે, પવનપુત્ર ચોક ખાતે નવરાત્રી પર્વની ધામધુમથી ઉજવણી થઇ રહી છે અને પ્રાચીન રાસ-ગરબા માણવા માટે દરરોજ ૧૦ હજાર લોકો અહી ઉમટી પડે છે. રાજકોટ શહેરની પ્રાચીન ગરબીઓમાં સર્વશ્રેષ્ઠ વિજેતાનું બિરૂદ્ આ પવનપુત્ર ગરબીએ મેળવ્યુ છે. આ ગરબીનુ સંચાલન રાજકોટના પૂર્વ મેયર અને સીડબલ્યુસીના ચેરમેન, ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય-પ્રોજેકટ ચેરમેન રક્ષાબેન આર. બોળીયા, પ્રમુખ રઘુભાઇ બોળીયા, શૈલેષભાઇ પાબારી, રાજુભાઇ પોપટની ટીમ કાર્યરત છ.ે ''હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત, ગગન કેરે ગોખ આવી નોરતાની રાત, ચંદ્રમાનું ચંદનને સુરજનુ કંકુ આસમાની ઓઢણીમાં ટીકીયાળી  ભાત હવે મંદિરના બારણા ઉઘાડો મોરી મત, ગગન કેરે ગોખ આવી નોરતાની રાત'' સહિત અવનવા રાસ-ગરબાની રમઝટ બોલે છ.ે ગાયકો શૈલેષભાઇ પીઠવા, નિલેશભાઇ સોરીયા, રાજુભાઇ કાપડી (તબલચી), વિજયભાઇ સોલંકી (બેન્જો માસ્ટર) કોરીયોગ્રાફર જીગ્નેશભાઇ સુરાણી, ક્રિષ્નાબેન સુરાણી, સુનીલભાઇ વ્યાસ, શ્રદ્ધાબેન બોળીયા ટીમ કાર્યરત છે. પવન પુત્ર ગરબી મંડળમાં કાર્યકર્તા સમિતિના કાળુભાઇ કિયાડા, ગોપાલભાઇ જાદવ, પ્રશાંત બોળીયા, રમેશભાઇ જાદવ, ધર્મેશભાઇ ડોડીયા, જીતભાઇ જાદવ, સંજયભાઇ પટેલ, નાગજીભાઇ પટેલ, નરેશભાઇ વાઢેર, ભાવેશભાઇ મેવાડા, ક્રિપાલ સોરઠીયા, મનોજભાઇ ચૌહાણ, મહેશ પટેલ, મયુર ગઢવી, મનોજભાઇ ચૌહાણ, નરેશભાઇ ખોલીયા, કિશોરભાઇ ઠાકર, શૈલેષભાઇ મેવાડા, જીતુભાઇ સીધ્ધપુરા, સંજયભાઇ મેવાડા, વિક્રમભાઇ મોરી, મયુરભાઇ ગોહેલ, દિપકભાઇ શીસાંગીયા, મિતેશભાઇ સિદ્ધપુરા, હાર્દિકભાઇ જીલ્કા, વીકીભાઇ મેવાડા, કરણ સોરઠીયા, જીતુભાઇ નાગલા સહિતના જહેમત ઉઠાવે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:40 pm IST)