Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

'માં ના સથવારે': મહિલા મિલન કલબ દ્વારા તા.૯ના બાલભવન મેદાનમાં વન ડે રાસોત્સવ

રાજકોટ તા.૨: મહિલા મિલન કલબ દ્વારા નવરાત્રી નિમિતે બહેનો તથા બાળકો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાસગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

માં જગદંબાની આરાધનાર્થે નવરાત્રી નિમિતે તા.૯ના બુધવારે બાલભવનના પટાંગણમાં સાંજના ૪-૩૦ કલાકે લોહાણા મહાજનના હોેદેદારો,જ્ઞાતિ શ્રેષ્ઠીઓ, દાતાઓની ઉપસ્થિતીમાં જગદંબાની મહાઆરતી કરી પ્રોગ્રામને ખુલ્લો મુકવામાં આવશે તેમ પ્રમુખ રીટાબેન કોટકની યાદીમાં જણાવાયુ છે.

આ આયોજનમાં કોઇપણ ઉમરના, બહેનો તથા બાળકો માટે દાંડિયા રાસનું પારીવારીક આયોજન કરવામાં આવેલ છે. જેમાં વય જુથ પ્રમાણે ૫ વર્ષથી ૭૦ વર્ષ સુધીના બહેનો-બાળકો માટે આઠ ગૃપમાં સ્પર્ધા રાખવામાં આવેલ છે. ખેલૈયાઓ કલાત્મક પરિધાન વસ્ત્રોમાં તેઓની કલા-સંસ્કૃતિને મુકત મને બાલભવનનાં પટાંગણમાં માણી શકશે.

મહિલા મિલન કલબના ખેલૈયા/વિજેતા બહેનો-બાળકોને મહેમાનોના હસ્તે આકર્ષક ગીફટ-પુરસ્કાર આપી નવાજવામાં આવશે. ટોપ ઓફ ટેન બેસ્ટ પરફોર્મન્સમાં પ્રિન્સ-પ્રિન્સેસ બિરૂદ તથા ટોપ ઓફ ટેન બેસ્ટ વેલડ્રેસ પ્રિન્સ-પ્રિન્સેસ બિરૂદ આપવામાં આવશે. તમામ ખેલૈયાઓને લાખેણા ઇનામોથી નવાજવામાં આવશે.

કાર્યક્રમની સફળતા માટે રંજનબેન પોપટ,ભાવનાબેન શિંગાળા, જયોત્સનાબેન માણેક, દક્ષાબેન વસાણી, અલ્કાબેન લાલ, રશ્મીબેન પંજવાણી, પલ્લવીબેન પોપટ, અનિતાબેન પાંઉ, રેખાબેન રાયચુરા, મિતલબેન ચગ, દીવ્યાબેન સાયાણી, બીંદુબેન ચાંદ્રાણી, ખ્યાતીબેન તન્ના, નયનાબેન સવાણી, રાગીણીબેન બુધ્ધદેવ, સ્મીતાબેન તન્ના, રીટાબેન તન્ના વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ મહિલા મિલન કલબના પ્રમુખ રીટાબેન કોટકની યાદીમાં જણાવવામાં આવે છે.

વિશેષ માહિતી માટે રીટાબેન કોટક મો.૯૪૨૭૪ ૩૮૧૧૭ નો સંપર્ક કરી શકાશે.

(3:38 pm IST)