Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

માનો ગરબો રે રમે રાજ ને દરબારઃ ગોપી રાસોત્સવએ રંગ જમાવ્યો

રાજકોટઃ સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવમાં ત્રીજા નોરતે પરંપરાગત વસ્ત્રોમાં સજજ બહેનોને રમતા નિહાળવા માટે શહેરીજનો ઉમટી પડયા હતા. જાણીતા સિંગરો નિલેશ પંડયા, હેમંત પંડયા, સોનલ ગઢવી અને રશ્મિ માણેકે લોકગીતો દ્વારા અસલ કાઠિયાવાડી રાસ ઉત્સવનો માહોલ બનાવી દીધો હતો. તો રાજુ ત્રિવેદી અને મનોજ રાચ્છ પ્રસ્તુત મ્યુઝિકલ મેલોઝના કલાકારોએ ઓરકેસ્ટ્રાનો પરિચય આપીને ધમાલ મચાવી દીધી હતી. ત્રીજા નોરતે રાજકોટ શહેરભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી અને  પરિવારે સહિતના આરતી ઉતારેલ. આ રાસોત્સવ નિહાળવા માટે શ્રી કિરીટભાઈ પટેલ એન્જલ ગ્રુપ, તેમજ સુનીલભાઈ વોરા, કમલેશભાઈ મીરાણી, ઘનશ્યામભાઈ રાચ્છ, ભાજપ અગ્રણી જીતુભાઈ મહેતા, દીપકભાઈ ઠુમ્મર, કિરીટભાઈ પટેલ અગ્રણી બિલ્ડર વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

આજે બુધવારે આ રાસોસત્વ નિહાળવા માટે અશ્વિનભાઈ મોલિયા, નંદલાલભાઈ માંડવીયા, રાકેશભાઈ દેસાઈ, હિમાંશુભાઈ શેઠીયા, કિશનભાઈ શાહ, જમનભાઈ કણસાગરા, ભરતભાઈ માકડીયા, છગનભાઈ બુસા, અશોકભાઈ ડાંગર, હિતેષભાઈ બગડાઈ, હિરેનભાઈ સોઢા, નીતિનભાઈ રાયચુરા, ગુણવંતભાઈ ભાદાણી, મગનભાઈ ધીંગાણી, મૂળજીભાઈ ભીમાણી, નવીનભાઈ ઠકકર, અશ્વિનભાઈ ઘેડિયા, રાજુભાઈ ભંડેરી, સુરેશભાઈ દોશી, રમણભાઈ વરમોરા, શૈલેષભાઈ વૈષ્ણવ, રમેશભાઈ કગથરા, જીવણભાઈ પટેલ, મગનભાઈ પટેલ, સંજયભાઈ ભંભલાણી, લાભુભાઈ ખીમાણીયા, ધીરજલાલ સુવાગીયા, આશિષભાઈ ભુતા અને મિતેશભાઈ ખુંટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ શ્રી મૌલેશભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ, યોગેશભાઈ પૂજારા, એમ.જે.સોલંકી, જગદીશભાઈ ડોબરિયા, જીતુભાઈ ચંદારાણા, રાકેશભાઈ પોપટ, સ્મિતભાઈ પટેલ, જયસુખભાઈ ડાભી દીપકભાઈ શાહ, જગદીશભાઈ કિયાડા, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, મનમોહનભાઈ પનારા, રમેશભાઈ અકબરી, ડો.ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ભાવનાબેન માવાણી, માયાબેન પટેલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:38 pm IST)