Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

જૈનમ આયોજીત નવરાત્રી મહોત્સવમાં ગરબાનો રંગ જામ્યો

રઘુવંશી સમાજનાં આગેવાનોએમાં જગદંબાની આરતી ઉતારી : આજે ગ્રુપ સ્ટેપ અને ડ્રેસીંગ કોમ્પીટીશન - દેશભકિત ટ્રાઈ કલર થીમ : સોનીસમાજનાં આગેવાનો દ્વારા આરતી : સંગીતકાર પંકજ ભટ્ટની ટીમની જમાવટ

રાજકોટ : જૈનમ નવરાત્રી મહોત્સવમાં ગઈ કાલ ત્રીજા નોરતે પારીજાત પાર્ટી પ્લોટ ખાતે માં જગદંબાની આરતીનો રઘુવંશી સમાજનાં આગેવાનો સર્વેશ્રી કમલેશભાઈ મીરાણી (પ્રમુખ : રાજકોટ શહેર ભાજપ), મેયર બિનાબેન આચાર્ય, શ્રી વિક્રમભાઈ પૂજારા (મંત્રી - રાજકોટ શહેર ભાજપ), શ્રી મનીષભાઈ રાડીયા (ચેરમેન : બાંધકામ સમિતી), શ્રી પ્રતાપભાઈ કોટક (પૂર્વપ્રમુખશ્રી : રાજકોટ શહેર ભાજપ), શ્રી નરેન્દ્રભાઈ પોપટ - અગ્રણી બિલ્ડર્સ, શ્રી જેષ્ઠાભાઈ ચતવાણી - જાણીતા બિલ્ડર્સ, શ્રી મિતલભાઈ ખેતાણી - સામાજીક અગ્રણીનાં હસ્તે કરવામાં આવેલ હતી.

સુપ્રસિદ્ધ સંગીતકાર પંકજ ભટ્ટની ટીમે ત્રિજા નોરતે શાનદાર મ્યુઝીકની જમાવટ કરી ખેલૈયાઓને રમવા મજબુર કરી આપેલ તો સાથે સાથે ગાયક કલાકાર પરાગી પારેખ, પ્રીતી ભટ્ટ, ઉમેશ બારોટ અને પ્રદિપ ઠક્કરએ એક થી એક ચડીયાતા ગરબા રજુ કરી ખેલૈયાઓનુ મન મોહી લીધું. ખેેલૈયાઓને ડોલાવવા દીપાલી પટેલ પણ ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓની વાહ વાહ મેળવેલ.

બેસ્ટ કપલ ડ્રેસીંગનું સ્પર્ધામાં શાહ કેવીલ- શાહ ખુશાલી, શાહ દેવર્સ - શાહ ધ્રુવી, દોશી હેતવી, કામદાર મન ને વિજેતા જાહેર કરેલ. ઉ૫રાંત બ્લેક ડ્રેસ ડે અને બ્લેક ગોગલ્સ થીમમાં સજ્જ ખેલૈયાઓએ એક અનેરો માહોલ ઉભો કરેલ હતો જે ખરેખર જોવા લાયક હતો.

ગઈકાલે પ્રીન્સ તરીખે શાહ આત્મન, દેવાંગ વસા, જૈનમ દોશી અને  પ્રિન્સેસ તરીકે રૂત્વી શાહ, સૃષ્ટી મહેતા, જીનલ મીઠાણી, કીડ્સ પ્રીન્સમાં યશ માલાણી, શાહ હીત, ધેલાણી વર્ધન, કિડ્સ પ્રિન્સેસમાં યશ્વી ધોળકીયા, જીયા મહેતા, મૃનાલ લાખાણી, વેલડ્રેસ પ્રીન્સ દોશી સિઘ્ધાર્થ, ઉદાણી યશ, વેલડ્રેસ પ્રિન્સેસમાં  દેસાઈ જલ્પા, શેઠ આયુષી, ઉચાંટ ઈશા, કીડ્સ વેલડ્રેસ પ્રીન્સમાં દોશી હિતાર્થ, મહેતા હેનીલ, શાહ મીત અને કીડ્સ વેલડ્રેસ પ્રિન્સેસમાં કોઠારી ખુશી, શાહ કેસર, મહેતા નીશીતા જયારે  ૪૦+માં મેલ શેઠ નૈમીષ, કોઠારી નિશાંત અને ૪૦+ફીમેલ બેસ્ટ પર્ફોમન્સમાં લીનાબેન વોરા અને સેજલબેન શાહ ને ઈનામો અપાયા હતા. ચોથા નોરતે સ્પોન્સર તરીકે આઈ કેર તરફથી ગીફ્ટ વાઉચર તેમજ લેપટોપ બેગ,  આઉટ ઓફ બોકસ, વડાલીયા ફુડ્સ, જીતુભાઈ મારવાડી તેમજ અજીતભાઈ મારવાડી,શ્રી ઈમ્પેક્ષ ઈમીટેશન જવેલરી તેમજ જેકે મોલ તરફથી ઈનામો આપી વિજેતાઓને નવાજવામાં આવેલ હતા.

જજ તરીકે જીગ્નેશ પાઠક, અમીત રાણપરા, ઉષ્માબેન વાણી, ભાવનાબેન બગડાઈ, અતુલ પંડીત, ડો.દર્શનાબેન પંડયા, ઈશાન કાથરાણી, વેલેન્ટીનાબેન પંડયા જજ સેવા આપેલ હતી.

(3:37 pm IST)