Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

રાજકોટ-ઓખા-મુંબઈને જોડતો સૌરાષ્ટ્ર મેઈલ ૯૪ વર્ષનો થયો !

રાજકોટ, તા. ૧ :. રાજકોટ-ઓખા-મુંબઈ સહિત સૌરાષ્ટ્રને જોડતો સૌરાષ્ટ્ર મેઈલ ૯૪ વર્ષનો થયો છે. દંતકથા રૂપ બની ગયેલી આ ટ્રેન મુસાફરોની સેવામાં છે. ૧લી ઓકટોબર ૧૯૨૫થી દોડી રહી છે. સૌ પ્રથમ ટ્રીપ મુંબઈથી વિરમગામ સુધી દોડતી હતી. જેને 'કાઠીયાવાડ મેઈલ' તરીકે ઓળખવામાં આવતી હતી. સમય જતા આ ટ્રેનને 'સૌરાષ્ટ્ર મેઈલ'નું નામ આપવામા આવ્યુ અને તબક્કાવાર ઓખા અને વેરાવળ સુધી લંબાવવામાં આવી હતી. આ ટ્રેનની મુસાફરી ફાઈવ ડાઉન અને સીકસ અપ ટ્રેન નં. ૨૨૯૪૫ અને ટ્રેન નં. ૨૨૯૪૬નો ગૌરવપૂર્ણ ઈતિહાસ રહ્યો છે. વેસ્ટર્ન રેલ્વેની આ સૌ પ્રથમ ટ્રેન હતી જેમાં રેલ્વે દ્વારા એસી કોચ જોડવામાં આવ્યા હતા. આજે પણ સૌરાષ્ટ્રના મુંબઈ જતા મુસાફરો માટે આ ટ્રેન આશિર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

(3:33 pm IST)