Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

બદનક્ષીની ફરીયાદમાં ટ્રાયલ કોર્ટના સમન્સ કાઢ્યાના હુકમ સામેની રિવિઝન અરજી રદ

રાજકોટ તા.૦૨: બદનક્ષીની ફરીયાદમાં આરોપીઓ સામે ટ્રાયલ કોર્ટે સમન્સ  કાઢવાનો હુકમ કરેલ તે હુકમ સામે આરોપીઓએ સેસન્સ કોર્ટમાં કરેલ ફોજદારી રીવીઝન અરજી અદાલતે રદ કરી હતી.

આ બનાવની વિગત એવી છે કે રાજકોટ શહેરમાં રહેતા કમલેશભાઇ મનસુખલાલ મહેતાએ તેના કાકી મૃદુલાબેન ભાઇચંદ મહેતાની બદનક્ષી અંગેની ફરીયાદ ફોજદારી કોર્ટમાં દાખલ કરેલ. જેમાં ફરીયાદીની જુબાની લઇ આરોપીઓ (૧) રમેશભાઇ મોહનભાઇ શીંગાળા,(૨) વિક્રમસિંહ નાગુભા જાડેજા, બંને રહે- ખંભાલીડા, તા. ગોંડલ, જી.રાજકોટ (૩) સુરેશ વસનજી જોબનપુત્રા, (૪) ગીરીશચંદ્ર વલ્લભદાસ વસાણી, (૫) દેવશીભાઇ સીમાભાઇ ચાવડા (એડવોકેટ) (૬) જીકુબેન મુળુભાઇ વાઢેર રહે- બધા રાજકોટવાળાઓ સામે ફરીયાદ નોંધાવેલ કે આ તમામે સ્પે. દિવાની દાવા નં. -૫૩/૨૦૦૭ કે જે  મૃદુલાબેન ભાઇચંદભચાઇ મહેતાએ આરોપી નં. -૧ અને ૨ સામે ગોંડલ રોડ ઉપર આવેલ માનસેતા ઈન્ડસ્ટ્રીઝવાળી કરોડો રૂપિયાની  કીમતી જમીન પચાવી પાડવા  માટે  આરોપી નં.૧- અને ૨ ના એ ભાઇચંદભાઇ પ્રેમચંદભાઇ મહેતાની બોગસ સહિ વાળુ  કુલમુખત્યારનામુ તથા ચુકતે અવેજની પહોચ બનાવી કરોડો રૂપીયાની કીમતી જમીન  મીલાપીપણુ કરી તેના લાગતા વળગતા મળતીયાઓને વેચી નાંખેલ અને તે અંગેના રજી. વેચાણ દસ્તાવેજો કરવામાં આવેલ. જે બોગસ દસ્તાવેજ રદ કરવાનો દાવો કોર્ટમાં દાખલ કરેલ.

વાદી મૃદુલાબેન મહેતાની કોર્ટ રૂબરૂ જુબાની લઇ જરૂરી પ્રશ્નો પુછેલ અને તેનો સંતોષકારક જવાબ મૃદુલાબેને આપેલ જેને ધ્યાને  લઇ આરોપીઓ સોગંદનામા  કરેલા પાગલ હોવાના આક્ષેપો ખોટા હોવાનુ પુરવાર થયેલ.  તેમજ દાવો રદ કરવાની અરજી પણ જજશ્રીએ રદ કરેલ. આમ વાહિયાત ખોટા ઉપજાવી કાઢેલા સોગંદનામા દ્વારા આક્ષેપો કરનારાઓ સામે વાદી મૃદુલાબેન મહેતાના ભત્રીજા કમલેશભાઇ મહેતાએ રાજકોટની ફોજદારી અદાલતમાં બદનક્ષીની ફોજદારી ફરીયાદ દાખલ કરેલ જેમા ફરીયાદીની જુબાની લઇ આરોપીઓ સામે સમન્સ કાઢવાનો હુકમ કરેલ હતો. જેની સામે સેસન્સ કોર્ટમાં રિવીઝન કરવામાં આવી હતી. 

ટ્રાયલ કોર્ટે ફરીયાદીની જુબાની અને રેકર્ડ ઉપરના પુરાવાને ધ્યાને લઇ સમન્સ કાઢવાનો હુકમ કરેલ હોય તો તે હુકમ યોગ્ય અને કાયદેસરનો છે. તેમા સેસન્સ કોર્ટે હસ્તક્ષેપ કરી શકે નહી. જેથી રીવીઝન  અરજી નામંજુર કરવા મુળ ફરીયાદી કમલેશભાઇ મનસુખલાલ મહેતાના એડવોકેટ અશ્વિન એસ. ભટ્ટે ઓથોરીટીઓ સાથે દલીલ કરેલ. જે દલીલો માન્ય રાખી રમેશભાઇ મોહનભાઇ સીંગાળા, (૨) વિક્રમસિંહ નાગુભા  જાડેજા, રહે બંન્ને - ખંભાલીડા, તા. ગોંડલ, જિ. રાજકોટ વાળાની રીવીઝન અરજી નામંજૂર કરેલ છે.

આ કામમા મુળ ફરીયાદી કમલેશભાઇ મનસુખલાલ મહેતા વતી એડવોકેટ અશ્વિન એસ. ભટ્ટ રોકાયેલા હતા.

(3:31 pm IST)