Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

મવડી ગામ પાસે બીલ્ડીંગમાં સેન્ટીંગનું પાટીયુ માથે પડતા ઉમેશભાઇ કોળીનું મોત

રાજકોટ તા ૨ : મવડી પાળ રોડ પર એંસી ફૂટ રોડ પર નવા બનતા અક્ષર પરિષદ એપાર્ટમેન્ટમાં કડીયા કામ કરતા કોળી યુવાનની માથે પાટીયુ પડતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ મવડી ગામ પાસે આસોપાલવ એપાર્ટમેન્ટ પાસે રહેતા દાહોદના ઉમેશભાઇ દીવ્યભાઇ બારૈયા (ઉ.વ.૩૨) ગઇકાલે પાળ રોડ પાસે ૮૦ ફૂટ રોડ પર નવા બનતા અક્ષર પરિષદ એપાર્ટમેન્ટમાં કડીયાકામ કરતા હતા, ત્યારે સેન્ટીંગનું પાટીયુ માથે પડતા માથાનાભાગે ગંભીર ઇજા  થતા તેને સારવાર માટે ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. અજીતસિંહ જાડેજા અને રાઇટર રીતેષભાઇ પટેલે કાર્યવાહી કરી હતી.

(3:31 pm IST)