Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

નશાબંધી સપ્તાહની ઉજવણીનો આરંભઃ વ્યસન મુકિત માટે ૮મી સુધી વિવિધ કાર્યક્રમો

રાજકોટઃ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમીતે નશાબંધી અને આબકારી ખાતુ રાજકોટ જીલ્લા દ્વારા તા. ૨ થી ૮ ઓકટોબર સુધી નશાબંધી સપ્તાહની જીલ્લામાં ઉજવણી થશે. જેમાં વિવિધ સામાજીક અને સેવાભાી સંસ્થાઓ તથા લોકોના સહકારથી વ્યસન મુકિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. નાગરિકોને તેમાં ભાગ લેવા અને નશા મુકત સમાજની રચનામાં સહકાર આપાવ નશાબંધી સમિતિના અધ્યક્ષ અને કલેકટર શ્રી રૈમ્યા મોહને જણાવ્યું હતું. દારૂનું વ્યસન એક સામાજીક દુષણ છે. સમાજમાં વ્યાપ્ત આવા દૂષણોને કારણે સમાજ અને રાષ્ટ્રને પારાવર નુકસાન થાય છે. સુંદર અને સ્વસ્થ સમાજના નિર્માણા અને નવરચના માટે નશાબંધી અનિવાર્ય છે. તેમ નશાબંધી સપ્તાહ ઉજવણીના આરંભ પ્રસંગે નશાબંધી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

(3:29 pm IST)