Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

સ્વચ્છ રાજકોટ માટે હજારો છાત્રો-લોકોએ જોગીંગ સાથે પ્લાસ્ટીક એકત્ર કર્યું: પ્રભાત ફેરી

રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જયંતીએ આજે સમગ્ર રાષ્ટ્ર પૂ.બાપુને સ્વચ્છ ભારતની અનુપમ ભેટ આપી રહેલ છે ત્યારે રાજકોટ શહેર પણ તેમાં પોતાનું યથોચિત યોગદાન આપી આ મહારાષ્ટ્રીય અભિયાનનો સગર્વ હિસ્સો બની રહયું છે. આજે આ રાષ્ટ્રીય અવસરે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્લોગીંગ રન, પ્રભાત ફેરી, શ્રમદાનના આયોજનો કરાયા હતા. જયારે ગઈકાલે વિવિધ થીમ સાથે છાત્રોની રેલીના આયોજનો કરી સ્વચ્છ રાજકોટ અને પ્લાસ્ટિકમુકત રાજકોટના સંદેશ જનજન સુધી પ્રસરાવવા સ્તુત્ય પ્રયાસો કર્યા હતાં.  આજે રેસકોર્સ, બહુમાળી ભવન ચોક ખાતેથી યોજાયેલ રેલીને મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, મનપાના શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, કોર્પોરેટર અંજનાબેન મોરઝરિયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ, સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, પૂર્વ ડેપ્યુટી મેયર દર્શીતાબેન શાહ, અગ્રણી નીતિનભાઈ ભૂત, મયુર શાહ, શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન અલ્કાબેન કામદાર, શિક્ષણ સમિતિના સભ્ય કિરણબેન માકડીયા અને મુકેશભાઈ મેહતા, નાયબ કમિશનર ચેતન ગણાત્રા અને ચેતન નંદાણી, પર્યાવરણ ઈજનેર એન.આર. પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં.ઙ્ગઆ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ રેલીઓના માધ્યમથી રાજકોટમાં વિવિધ સંદેશાઓનો પ્રસાર કરવામાં આવ્યો હતો. પ્લોગીંગ રન એક વિશિષ્ટ આયોજન બની રહયું હતું, જેમાં આ રનમાં ભાગ લેનારા હજારો લોકો અને છાત્રોએ જોગિંગ કરતાકરતા પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું. પ્લોગીંગ રન અને પ્રભાત ફેરીને માન. મેયરશ્રી સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું.

(3:27 pm IST)