Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

૩૩ સ્થળોએ 'પે એન્ડ પાર્કિગ'ના કોન્ટ્રાકટમાં કડક નિયમો રદ કરી રિ-ટેન્ડર

કોર્પોરેશને ૪૦ હજારથી ૧.પ૦ લાખ સુધીનું પ્રીમીયમ નક્કી, કરી નવુ ટેન્ડર પ્રસિધ્ધ કર્યુઃ ત્રિકોણ બાગ, કેકેવી ચોક, બી.આર.ટી.એસ. રૂટ, જયુબેલી માર્કેટ, યાજ્ઞિક રોડ, ઢેબર રોડ, પેડક રોડ ખુલ્લો પ્લોટ, રૈયા રોડ, કોર્પોરેશન ચોક, મવડી ચોકડી સહિતનાં સ્થળોએ પાર્કિગનો ચાર્જ લેવાશેઃ વાહન ધારકો પાસેથી ૧૦ થી ૭પ૦ સુધીનો પાર્કિગ ચાર્જ પ્રતિ કલાક લેવાશે

રાજકોટ તા. ર :.. શહેરમાં રાજમાર્ગો ખુલ્લા પ્લોટ, વગેરે જાહેર સ્થળોએ 'પે એન્ડ પાર્કીંગ' નાં કોન્ટ્રાકટ માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા ટેન્ડરો પ્રસિધ્ધ કરાયેલ ટેન્ડરનાં કડક નિયમોને કારણે અનેક કોન્ટ્રાકટરોનાં ટેન્ડરો રદ થયા હતાં. અને માત્ર ૧૪ સ્થળનાં ટેન્ડર મંજૂર થઇ શકયા હતાં આથી હવે તંત્ર વાહકોએ કડક નિયમો રદ કરી અને ફરીથી ૩૩ જેટલા રાજમાર્ગો જાહેર ખુલ્લા મેદાનોમં પે એન્ડ પાર્કીંગના ટેન્ડરો પ્રસિધ્ધ કર્યા છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ શહેરમં પે એન્ડ પાર્કીંગ માટે અગાઉ જે ટેન્ડરો પ્રસિધ્ધ થયેલ તેમાં ૧ એજન્સી એ વધુ આવક વાળા સ્થળ સાથે ઓછી આવક વાળુ એક સ્થળે ફરજીયાત કોન્ટ્રાકટ રાખવાનો  નિયમ હતો. જેનાં કારણે કોન્ટ્રાકટરોએ ટેન્ડર ભરવામાં ખચકાટ અનુભવ્યો હતો આ ઉપરાંત કેટલાક નિયમોને કારણે ટેન્ડરો પણ રદ થયા અને માત્ર ૧૪ સ્થળનો જ કોન્ટ્રાકટ શકય બન્યા આથી હવે ઉપરોકત ફરજીયાત સ્થળનો નિયમ રદ કરી એક એજન્સીને ત્રણ સ્થળનાં કોન્ટ્રાકટ આપવાનો  નિયમ બનાવી અને ૩૩ સ્થળનાં કોન્ટ્રાકટ માટે રિ-ટેન્ડર કરાયા છે. જે પ્રી-બીડ મીટીંગ ૯ મીએ થશે અને ૧૪ મી સુધીમાં ટેન્ડરો ભરી શકાશે.

જે સ્થળનાં ટેન્ડરો પ્રસિધ્ધ થયા છે. ત્રિકોણ બાગ, કેકેવી ચોક, માધાપર ચોકડી, ગોંડલ ચોકડી, બીઆરટીએસ રોડ,  ઇન્દીરા સર્કલ, રૈયા રોડ, યાજ્ઞિક રોડ, જયુબેલી માર્કેટ, ઢેબર રોડ, ખુલ્લો પ્લોટ, પેડક રોડ ખુલ્લો પ્લોટ, મવડી ચોકડી, ગોંડલ રોડ, પી. ડી. એમ. કોલેજ પાસે, સહિતનાં ૩૩ સ્થળોએ 'પે એન્ડ  પાર્કિંગ' માટે ટેન્ડરો થયા છે.

આ તમામ સ્થળોએ કોન્ટ્રાકટ રાખનાર  કોન્ટ્રાકટરોએ વર્ષે રૂ. ૪૦ થી ૧.પ૦ લાખનું પ્રિમીયમ કોર્પોરેશનને આપવાની અપસેટ કિંમત નકકી થઇ છે. સામી બાજુએ  કોન્ટ્રાકટરો વાહન ચાલકો પાસેથી ટુ-વ્હીલર, મોટર કાર, હેવી વ્હીકલ, વગેરે કેટેગરી મુજબ પ્રતિ કલાકનાં રૂ. ૧૦, ર૦, ૪૦, પ૦, ૧પ૦, ૩૦૦ અને ૭પ૦ નો ચાર્જ વસુલી શકશે.

(3:25 pm IST)